ભાડા પર મકાન આપતા અગાઉ પુરા કરી લો આ કામ, નહી તો પસ્તાવાનો વારો આવશે
House Renting Tips: ઘર ભાડે આપતા પહેલા આ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના હોય છે. આ વિના તે પછીથી ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણા બધા રૂમ ખાલી હોય છે. તેથી આવી સ્થિતિમાં લોકો તેમના મકાનો ભાડે આપે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી વખત આપણને કેટલાક પરિચિત લોકો મળી જાય છે. જેઓ ભાડુઆત તરીકે રહેવા લાગે છે. તેથી ઘણી વખત બહારના લોકો ભાડુઆત તરીકે રહેવા આવે છે
લોકો ઘણીવાર તેઓ જાણતા હોય તેવા લોકોને મકાન ભાડે આપે છે. કારણ કે તેઓ વિશ્વાસુ છે. પરંતુ ક્યારેક આ વિશ્વાસ મોંઘો પણ પડી જાય છે.
જ્યારે લોકો પોતાના પરિચિત લોકોને મકાન ભાડે આપે છે, ત્યારે તેઓ કેટલીક બાબતોને અવગણે છે. જેના કારણે તેમને પાછળથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેઓ ઘર ભાડે આપતા પહેલા સૌથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરતા નથી. ગમે તે વ્યક્તિને ઘર ભાડે આપો ત્યારે ચોક્કસપણે ભાડા કરાર કરો.
જ્યારે જાણીતા લોકોને મકાન ભાડે આપો છો ત્યારે ઘણી વખત ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપી દેવામાં આવે છે. જ્યારે પણ કોઇ કારણોસર કોઈ કાનૂની વિવાદ ઉભો થાય છે અથવા તમારે ભાડું વધારવાનું હોય છે ત્યારે તે તમને ભારે પડી શકે છે.
કારણ કે તમારી પાસે અન્ય કોઈ કરાર નથી. અને તમે કાયદાકીય રીતે મજબૂર બની જાવ છો. એટલા માટે જ્યારે પણ તમે ભાડા પર મકાન આપો છો તો ભાડા કરાર કર્યા પછી જ આપો.