House Boat In Srinagar: જમ્મુ અને કાશ્મીરમાં હાઉસબોટ ફેસ્ટિવલ, તમે દાલ સરોવરનો આ આકર્ષક નજારો મુગ્ધ કરી દેશે
કાશ્મીર ખીણમાં કડકડતી ઠંડી દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા બે દિવસીય હાઉસબોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીર હાઉસબોટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ જી.આર. સિયાએ જણાવ્યું હતું કે, હાલમાં હાઉસબોટનો ઓક્યુપન્સી 20-30 ટકા છે. હાઉસબોટ ફેસ્ટિવલ દ્વારા તેઓ પ્રવાસીઓને સંદેશ આપવા માંગે છે કે કાશ્મીર ખરેખર શિયાળામાં પણ ગરમ રહે છે.
વિશ્વ વિખ્યાત ડલ સરોવર અને શ્રીનગરના નગીન તળાવ પરની પ્રતિષ્ઠિત હાઉસબોટ્સ તળાવને આકર્ષક દેખાવવા લાઇટિંગ કરાઇ છે
ડલ અને નાગીન તળાવોમાં લગભગ 950 હાઉસબોટ છે, જેના પર હજારો પરિવારો તેમની આજીવિકા માટે નિર્ભર છે. નયનરમ્ય કાશ્મીરમાં હાઉસબોટ્સ મુખ્ય પ્રવાસીનું આકર્ષણ છે
આ વર્ષે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી છે. આ વર્ષે ડલ લેક અને નાગીન લેકમાં હાઉસબોટમાં 80-90 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. જો કે શિયાળાની શરૂઆત અને ઠંડીની સાથે હાઉસબોટની પણ અછત ઉભી થઇ છે.
આ ઉપરાંત, આગામી બે દિવસ માટે સ્થાનિક કલાકારો દ્વારા લાઇવ કોન્સર્ટ અને બેન્ડ પરફોર્મન્સ અને પરંપરાગત લોક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.
બે દિવસીય ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા J&K ટુરીઝમ સેક્રેટરી સરમદ હાફીઝે જણાવ્યું હતું કે, ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય દેશભરમાં સંદેશ ફેલાવવાનો છે કે કાશ્મીર વિન્ટરમાં ટૂરિસ્ટ માટે ઉતમ ડેસ્ટિનેશન છે.
હાઉસબોટ ફેસ્ટિવલમાં કલા પ્રદર્શન અને ફોટો વોલ હશે, જેનું મુખ્ય આકર્ષણ હાઉસબોટના ઈતિહાસ અને ઐતિહાસિક પાસાઓની માહિતી આપવાનું રહેશે.
લોકોને મંત્રમુગ્ધ કરનાર અન્ય આકર્ષણોમાં લેસર શો, પ્રકાશિત શિકારા કાર્નિવલ, શિકારા રાઈડ, ફૂડ કોર્ટ વગેરે સાથે વોટર સ્ક્રીન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.