Space Garbage:અંતરિક્ષનો કચરો કેટલો ખતરનાક, જાણો જો હટાવવવામાં ન આવ્યો તો શું થશે નુકસાન

વિશ્વભરમાં સ્વચ્છતા માટે જાણીતું જાપાન હવે અવકાશને સાફ કરવાના મિશન પર નીકળ્યું છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
વિશ્વભરમાં સ્વચ્છતા માટે જાણીતું જાપાન હવે અવકાશને સાફ કરવાના મિશન પર નીકળ્યું છે.
2/6
વાસ્તવમાં જાપાને અવકાશયાન લોન્ચ કર્યું છે. આ અવકાશયાનનો ઉદ્દેશ્ય પૃથ્વીની આસપાસથી અવકાશમાં માનવ દ્વારા બનાવેલા કાટમાળને દૂર કરવાનો છે.
3/6
આ કાટમાળ કોઈપણ અવકાશ મિશન દરમિયાન ભેગો થાય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જો આ કાટમાળને હટાવવામાં ન આવે તો શું થઈ શકે છે. જો ના હોય તો ચાલો આજે જાણીએ.
4/6
વાસ્તવમાં, યુરોપિયન સ્પેસ એજન્સીનો અંદાજ છે કે, પૃથ્વીની ભ્રમણકક્ષામાં લગભગ 10 લાખ એવા ટુકડાઓ છે જે એક સેન્ટીમીટર કરતા પણ મોટા છે.
5/6
કાટમાળના આ ટુકડાઓ કોઈપણ અવકાશયાનને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં જો આ કાટમાળ દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે છે. જાપાનના આ અનોખા અવકાશયાનને એસ્ટ્રોસ્કેલ નામ આપવામાં આવ્યું છે. જે સોમવારે ન્યુઝીલેન્ડથી લોન્ચ કરવામાં આવ્યું છે.
6/6
આ જાપાની અવકાશયાન બે તબક્કામાં કામ કરશે. પહેલા તે કાટમાળના ફોટા અને ડેટા એકત્રિત કરશે, જેથી તે કાટમાળનો ટ્રેન્ડ સમજી શકાય. જે બાદ તે કાટમાળને પકડવાનું કામ કરશે.
Sponsored Links by Taboola