મોંઘા સનમાઇકાવાળા ફર્નિચરના જિદ્દી ડાઘને આ રીતે કરો દૂર, ગ્લાસ જેવા ચમકવા લાગશે
ફર્નિચર પર સનમાઇકા જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંદુ થઈ જાય છે, તેને સાફ કરવા માટે આ ટ્રિક અપનાવો.. તે પહેલાની જેમ ન્યુ લૂક જેવા જ ચમકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફર્નિચર પર સનમાઇકા પર ક્લીનિંગ સોલ્યુશન સ્પ્રે કરો અને તેને સૂકા કપડાથી ઘસો, તેનાથી સનમાઇકાની ગ્લાસ જેવી ચમક આવશે.
એક શીશીમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને તેલ ઉમેરીને ક્લીનર બનાવો, તેને સનમાઇકા પર સ્પ્રે કરો. આનાથી તે સંપૂર્ણપણે ક્લિન થઈ જશે.
સનમાઇકાને સાફ કરવા માટે બેકિંગ સોડા પણ એક ઉત્તમ વિકલ્પ છે. સ્પ્રે બોટલમાં ખાવાનો સોડા અને ગરમ પાણી મિક્સ કરીને સનમાઇકા પર છંટકાવ કરો. અને કોરા કપડાથી સાફ કરી દો નવા જેવો ચમકવા લાગશે.
વિનેગરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલ વડે ડસ્ટર પર સ્પ્રે કરો અને સનમાઇકાને સાફ કરો. આ ક્લીનરથી સનમિકા કાચની જેમ ચમકવા લાગશે.
ફર્નિચરના સનમાઇકાને સાફ કરવા માટે લીંબુ પણ સારો વિકલ્પ છે. ટાર્ટાર અને લીંબુને મિક્સ કરો અને તેને સનમાઇકા પર સ્પ્રે કરો અને તેને છોડી દો, થોડા સમય પછી તેને કપડાથી સાફ કરો, તે પહેલાની જેમ ચમકદાર થઈ જશે.
જો સનમાઇકા પર હઠીલા ડાઘ હોય તો સનમાઇકા પર એરોસોલનો છંટકાવ કરો, પછી તેને કપડાથી સાફ કરો, સનમાઇકો ચમકવા લાગશે. તેનાથી તેના પરના ડાઘ સરળતાથી દૂર થઈ શકે છે.
એક બોટલમાં ડિટર્જન્ટ નાખો અને ગરમ પાણી ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે હલાવો અને તેને મિક્સ કરો, હવે સફેદ વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો, આ ક્લીનરથી પણ સનમાઇકા પરના જિદ્દી ડાઘ દૂર થઇ જશો.