Monsoon Tips: વરસાદમાં કપડામાંથી આવે છે દુર્ગંધ? આ ટિપ્સને અજમાવી જુઓ, મહેંકી ઉઠશે
વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગેમ તેટલી વખત ધુઓ છો તો પણ સૂર્ય પ્રકાશના અભાવમાં ભેજ રહી જતો હોવાથી તેમાંથી દુર્ગંધ અચૂક આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસામા કપડા ધુઓ ત્યારે ડિટર્જન્ટ પાવડરની સાથે વિનેગરનો ઉપયોગ કરો, આમ કરવાથી તમારા કપડામાં દુર્ગંધ નહીં આવે. તેમજ બેક્ટેરિયા વધવાનો પણ કોઈ ભય રહેશે નહીં.
સૂર્યપ્રકાશના અભાવે કપડાંમાંથી દુર્ગંધ આવે છે, તેથી જ્યારે તમે તમારા કપડા ધોઈને અલમારીમાં રાખો ત્યારે કપડાની વચ્ચે કપૂર રાખો. આનાથી પણ તમે દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.તેમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે તમને ઇન્ફેકશનથી પણ બચાવશે.
વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગમે તેટલા સુકાવો. સૂર્યપ્રકાશના અભાવે ભેજ રહે છે. આવી સ્થિતિમાં જ્યાં પણ કપડાં સૂકવીને મૂકો ત્યાં ચોકના કેટલાક ટુકડા છોડી દો. તે ભેજને શોષી લેશે અને દુર્ગંધથી પણ છુટકારો મેળવશે.
કપડા ધોતી વખતે જો બેકિંગ સોડાને ડિટર્જન્ટ પાવડર સાથે ભેળવી દેવામાં આવે તો પણ કપડામાંથી દુર્ગંધ આવતી નથી. તેનાથી કાપડ એકદમ તાજું લાગે છે.
આપ કપડાંને સૂકવવા માટે આયર્ન અથવા ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે કપડું થોડું ભીનું થઈ જાય ત્યારે તેને ઈસ્ત્રી કરી પંખાની હવામાં લટકતું રહેવા દો. આના કારણે, કપડાની ભેજ સરળતાથી સુકાઈ જશે અને દુર્ગંધથી પણ બચી જશો.
વરસાદની ઋતુમાં સૂર્યપ્રકાશની અછતને કારણે કપડામાંથી ગંદી દુર્ગંધ આવે છે અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે.જ્યારે પણ કપડા રાખો ત્યારે કપડાની વચ્ચે લીમડાના પાન રાખો. આનાથી કપડાંની દુર્ગંધ તો દૂર થશે જ, પરંતુ તે ઇન્ફેકશનથી બચાવવામાં પણ મદદ મળશે.