Kitchen Gardening Tips:મોંઘાદાટ કિવિને આ રીતે ઘર પર કુંડામાં ઉગાડો,જાણો ગાર્ડનિંગની આ કારગર ટિપ્સ
જો તમે કિચન ગાર્ડનિંગના શોખીન છો તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ઘરે કિવી કેવી રીતે ઉગાડી શકો છો. કિવી બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ તમે તેને ઘરે ઉગાડીને ઘણા પૈસા બચાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરે કીવી રોપવા માટે, તમારે પહેલા પોટ લેવો પડશે. કૂંડાના નીચેના ભાગમાં એક્સ્ટ્રા પાણીના નિકાલ માટે છિદ્ર કરી દો. જેથી વધારાનું પાણી નીકળી શકે.
કિવીને ઉગાડવા માટે એસિડિક માટીની જરૂર પડે છે. જમીનને એસિડિક બનાવવા માટે, તમે તેમાં પીટ મોસના મળને મિશ્રિત કરી શકો છો.
કિવિના પ્લાન્ટને સારી રીતે ગ્રો કરવા માટે સમય સમય પર ખાતરને બદલતા રહો.
કિવી છોડને નિયમિત પાણી આપવાની જરૂર રહે છે. તેથી, આ પ્લાન્ટને નિયમિત પાણી આપવાનું ચૂકશો નહિ
કિવીના છોડની વૃદ્ધિ માટે પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેને દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 કલાક સૂર્યપ્રકાશમાં મળે તેવી જગ્યા પર રાખો..