શું આપ નિયમિત દૂધ પીવો છો. તો સાવધાન થઇ શકે છે સ્વાસ્થ્યને આટલું નુકસાન
જો આપને સ્કિનની એલર્જી હોય પિમ્પલની સમસ્યા વધુ રહેતી હોય તો દૂધનું સેવન ઓછું કે બંધ કરવાથી ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધમાં ફેટનું પ્રમાણ વધું હોય છે. જો આપ વજન ઘટાડવા ઇચ્છતા હો તો દૂધનું સેવન ટાળવું જોઇએ.
નિયમિત દૂધ પીવાથી પેટ ફૂલી જવું. મેદસ્વિતા તેમજ પાચન સંબંઘિત સમસ્યા થઇ શકે છે.
દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે ન્યૂ ઇગ્લેન્ડ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ દૂધ નિયમિત પીવાથી પણ હાડકાની મજબૂતી પર કંઇ ખાસ ફરક નથી પડતો. જે પ્રદેશમાં દૂધ વધું પીવાઇ છે. ત્યાં પણ કેલ્શિયમની ઉણપ અને નબળા હાંડકાની ફરિયાદમાં કોઇ વધુ તફાવત નથી જોવા મળ્યો.
અમેરિકાના સ્ટેનફોર્ડ પ્રિવેન્શન રિસર્ચ સેન્ટરના પ્રોફેસર અને ન્યુટ્રિશનના મત મુજબ દૂધમાં રહેલા પોષક તત્વો અન્ય ફૂડમાંથી પણ દૂધ કરતા સારા પ્રમાણમાં મળી રહે છે.
એક્સપર્ટના મત મુજબ દૂધને સંપૂર્ણ આહાર માનવો યોગ્ય નથી. દૂધ પીવું શરીર માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતા દૂધના સેવનથી કેટલુંક નુકસાન પણ થઇ શકે છે. જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -