Skin: ગ્લોઇંગ અને ટાઇટ સ્કિન માટે આઇસ ક્યૂબ મસાજ છે કારગર, આ રીતે કરો અપ્લાય
લોકો બરફના ટુકડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. બીજી તરફ, જ્યારે ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે ગરમીમાં મોટાભાગની સ્ત્રીઓ તેમના ચહેરાને તરો તાજા રાખવા માટે આઇસ ક્યૂબથી તેમના ચહેરાને સાફ કરે છે અથવા તેમના ચહેરા પર આઇસ ક્યૂબ લગાવીને તેનાથી હળવા હાથે મસાજ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમીમાં ચહેરાને તાજા અને ગ્લોઇંગ રાખવા ઉપરાંત, બરફના ટુકડા ત્વચાની ઘણી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.
જો સ્કિન પર પોર્સ ખુલ્લી ગયા હોય તો આઇસક્યૂબ આપના માટે કારગર ટિપ્સ છે, જેનાથી પોર્સ પેક થઇ જાય છે.
બ્લેકહેડ્સ, ખીલ, પિમ્પલ્સ અને ડાઘની સારવાર આઈસિંગ વડે ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. તમારા ચહેરાને સ્ક્રબિંગ અને સાફ કર્યા પછી, પિમ્પલ પર બરફ લગાવો જ્યાં સુધી તે સુન્ન ન થઈ જાય. જેનાથી પોર્સ ખુલ્લા નહિ રહે પેક થઇ જશે અને તેમાં ગંદકી જમા નહિ થાય અને ખીલની સમસ્યા પણ ઓછી થઇ જશે.
ત્વચાને ટાઇટ કરવા માટે અને કરચલીઓ અને ફાઇન લાઇન્સને ઓછી કરવા માટે પણ આઇસ ક્યૂબથી મસાજ કારગર ઉપાય છે. બરફની ઠંડક તમારી ત્વચાને યંગ અને અને ટાઇટ બનાવે છે.
જ્યારે તમે તમારા ચહેરા પર નિયમિતપણે બરફ લગાવો છો, ત્યારે તમે વિસ્તરેલી રક્તવાહિનીઓને સંકુચિત કરો છો, જેનાથી સોજો ઓછો થાય છે. તેથી, આંખોની નીચે સોજો ઘટાડવામાં મદદ કરે છે.
બરફ શ્રેષ્ઠ કુદરતી એક્સ્ફોલિયેટર્સમાંથી એક છે જે તમને ત્વરિત પરિણામો આપી શકે છે. તમારા ચહેરાને સ્ક્રર્બ કરવા માટે દૂધના બરફના ટુકડાનો ઉપયોગ કરો. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને ગ્લોઇંગ સ્કિન લાવવામાં પણ મદદ કરે છે.