Parenting Tips:ઉંમરની સાથે જો બાળકની નથી વધી રહી હાઇટ તો આ ડાયટ પ્લાનની સાથે આ ટિપ્સ કરો ફોલો
શું તમારું બાળક ઊંચું નથી વધી રહ્યું? અહીં જાણો કઈ મહત્વની બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખોરાક અને પીણું: બાળકને દરરોજ તાજા ફળો, લીલા શાકભાજી, પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, ઈંડા અને દૂધ આપો. આ ખોરાક તેમના શરીરને મજબૂત બનાવે છે અને ઊંચાઈ વધારવામાં મદદ કરે છે.
દૈનિક રમત: બાળકોને દરરોજ રમવા માટે સમય આપો. રમતો રમવાથી તેમના હાડકા મજબૂત બને છે અને તેમનું શરીર સારી રીતે વૃદ્ધિ પામે છે.
પૂરતી ઊંઘઃ બાળકની ઊંચાઈ વધારવામાં સારી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. ખાતરી કરો કે તે દરરોજ રાત્રે 8-10 કલાક ઊંઘે છે કે નહિ
ડોક્ટર પાસે તપાસ કરાવોઃ જો ઉપરોક્ત તમામ પગલાં લેવા છતાં પણ ઊંચાઈ ન વધી રહી હોય તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે. તેઓ બાળકના સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ કરી શકે છે.
સ્વાસ્થ્યપ્રદ આદતો: બાળકોને દારૂ અને સિગારેટ જેવી હાનિકારક વસ્તુઓથી દૂર રાખો. આ વસ્તુઓ તેમના વિકાસમાં અવરોધ લાવી શકે છે અને તેમને શારીરિક અને માનસિક રીતે નબળા બનાવી શકે છે.