Health Tips: આપને પણ વધુ ઊંઘવાની આદત છે તો જાણી લો થઇ શકે છે આ નુકસાન
Over Sleeping: તમારા સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે અમે તમને અહીં વધુ ઊંઘવાથી થતા નુકસાન વિશે જણાવીશું. જો તમે કલાકો સુધી સૂતા રહો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જાણી શું થાય છે નુકસાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારા સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે અમે તમને અહીં વધુ ઊંઘવાથી થતા નુકસાન વિશે જણાવીશું. જો તમે કલાકો સુધી સૂતા રહો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ વધુ પડતી ઊંઘના નુકસાન વિશે.
ઉદાહરણ તરીકે, ઓછી ઊંઘથી વ્યક્તિને ઘણી બીમારીઓને નોતરે છે તો વધુ ઊંઘવાથી હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આટલું જ નહીં, જો તમે જરૂર કરતાં વધારે ઊંઘો છો તો તમને સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. તેથી, જો તમને પણ વધુ ઊંઘવાની આદત છે, તો આજે જ તમારી આ આદતને બદલી નાખો
તમને આ વાત સાંભળવામાં અજીબ લાગતી હશે, પરંતુ વધુ પડતી ઊંઘ વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી જાય છે. વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે. જે તમારા મૂડને અસર કરે છે.
તમારા બ્લડ સુગર લેવલ માટે વધુ પડતી ઊંઘ સારી નથી. આ એટલા માટે છે, કારણ કે જ્યારે તમે વધુ ઊંઘ લો છો, ત્યારે તે તમારા શરીરની સુગર પ્રોસેસ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે, જેના કારણે ડાયાબિટીસનું જોખમ વધે છે.
તમને આ વાત સાંભળવામાં અજીબ લાગતી હશે, પરંતુ વધુ પડતી ઊંઘ વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી જાય છે. વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે. જે તમારા મૂડને અસર કરે છે.
ઊંઘ અને સ્થૂળતા વચ્ચે સીધો સંબંધ છે. એટલા માટે વધુ પડતી ઊંઘ તમને મેદસ્વી બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે દિવસમાં 8 કલાકથી વધુની ઊંઘ તમને સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીઓથી ઘેરી શકે છે.
નિષ્ણાત મુજબ ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 8 કલાકથી વધુ ઊંઘવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જે એક નહિ અનેક પ્રકારની બીમારીને નોતરે છે.