Travel : કુદરતી સૌંદર્યના ચાહક છો, તો કેરળના આ 5 ટૂરિસ્ટ પ્લેસની અચૂક મુલાકાત લેજો, અલૌકિક અનુભૂતિ બની જશે યાદગાર
જો તમે પણ પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી છો અને કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેવી 5 સુંદર જગ્યાઓ છે જ્યાં કુદરતે મનમૂકીને સૌદર્ચ વેર્યુ છે. આ 5 સ્થળની અચૂક મુલાકાત લેજો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલેપ્પી - કેરળના સૌથી સુંદર બીચમાંથી એક છે, અલેપ્પીને સંપૂર્ણ સ્વર્ગ કહી શકાય. અહીંનો બ્લુ સી શોર પણ આપને અભિભૂત કરી દેશે.
વાગામોન - કેરળનો વાગામોન પ્રદેશ તેના સુંદર ચાના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીં લીલીછમ ટેકરીઓ પર જ્યાં સુધી તમે જોઈ શકો છો ત્યાં સુધી લીનિંગ ચાના બાગ જોઈ શકાય છે. પાંદડામાંથી આવતી સુગંધ અને તાજગી આપનારી હવા આ ચાના બગીચાઓમાં ફરવાના અનુભવને વધુ યાદગાર બનાવે છે.
કોટ્ટયમ - કેરળના કોટ્ટાયમ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તમને ભૂતકાળની સફર પર લઈ જાય છે. અહીં ઘણા જૂના ચર્ચ અને મંદિરો છે જે 100-200 વર્ષ જૂના છે. આ ઇમારતોની આર્કિટેક્ચર અને કોતરણીવાળી દિવાલો ખૂબ જ સુંદર છે.
કોવલમ - કેરળમાં સ્થિત કોવલમ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણા પર્વતીય ધોધ છે જે મુલાકાતીઓને આકર્ષે છે. ઉંચા પહાડો પરથી પડતું પાણી, લીલાછમ વૃક્ષોમાંથી વહેતા ઝરણા અને તળાવો અને હવામાં ઉડતાધુંધલકા આ બધું જ આ જગ્યાની શોભા વધારે છે.
મુન્નાર - મુન્નાર કેરળમાં સ્થિત એક વિશાળ વન્યજીવ અભયારણ્ય છે. અહીં તમે વાઘ, હાથી, ગેંડા જેવા અનેક જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. આ ઉપરાંત અહીં લીલાછમ વૃક્ષોની છાયામાં અનેક પ્રકારના પક્ષીઓ અને સરિસૃપો પણ જોવા મળે છે. મુન્નારના જંગલમાં લટાર મારતી વખતે એવું લાગે છે કે જાણે આપણે કોઈ બીજી દુનિયામાં પ્રવેશી ગયા છીએ.