Health Tips:ગેસની સમસ્યાથી પરેશાન છો? તો આ 7 ઘરેલુ ઉપાય અજમાવી જુઓ
Health Tips:ઘણી વખત એવું બને છે કે, રાત્રે ગેસની સમસ્યા થાય છે, તો તે સમયે ફક્ત કેટલાક ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી બને છે..તો આજે જાણી લો કેવી રીતે ગેસથી તાત્કાલિક રાહત મેળવી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજમો: ગેસ, અપચો અને જેવી સમસ્યાઓને દૂર કરવા માટે તમે અજમાનું સેવન કરી શકો છો. અજમાને પીસીને પાવડર બનાવીને તેનું સેવન કરો. તમે અજમાને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો
ગરમ શેક-જ્યારે પણ તમને ગેસ થયા પછી દુખાવો થાય છે, ત્યારે તમે શરીરના તે ભાગ પર ગરમ પાણીની બોટલ અથવા ગરમ ટુવાલ લગાવી શકો છો, જે સ્નાયુઓને આરામ આપે છે અને ગેસથી રાહત આપે છે.
વ્યાયામ-પવનમુક્તાસન પણ એક એવું આસન છે. જેનાથી ગેસની સમસ્યાથી તમને તાત્કાલિક મુક્તિ મળે છે. આ આસન કરવાથી તરત જ ગેસમાંથી રાહત મળે છે. આ ઉપરાંત બીજી પણ અનેક કસરતો છે. જે ગેસને દૂર કરવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવાથી રાહત આપે છે.
ફુદીનો-તીખા તમતમતા સ્વાદવાળું આ પાન ગેસ અને પેટ ફુલવાની સમસ્યામાં મદદ કરી શકે છે.
આદુ-આદુમાં સોજો વિરોધી ગુણધર્મો છે, જે ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરી શકે છે. આદુની ચા પીઓ અથવા તાજા આદુના મૂળનો ટુકડો ચાવો, આનાથી પણ ગેસથી તરત રાહત મળે છે.
આહારમાં સુધારો-બટાટા, કઠોળ, દાળ, બ્રોકોલી, કોબી અને ડુંગળી જેવા ફૂડ જે ગેસ પેદા કરે છે. તેનં સેવન ટાળવું જોઇએ. ખાસ કરીને રાત્રે તેનું સેવન ન કરવું જોઇએ.