31 December: ન્યૂ ઇયરનું સેલિબ્રેશન યાદગાર બનાવવા, ઓછા બજેટમાં આ શાનદાર સ્થળોની કરો ટૂર
નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો મિત્રો અને પરિવાર સાથે ટ્રિપ પ્લાન કરે છે. તો એક નજર કરીએ કે, આપના માટે ક્યું ડેસ્ટિનેશન બેસ્ટ રહેશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2023નો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે અને લોકો નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયાર છે. લોકો પરિવાર અને મિત્રો સાથે ટૂર પ્લાન કરે છે. 31 ડિસેમ્બર દરેક માટે ખાસ હોય છે. કારણ કે લોકો વર્ષની વિદાય સાથે નવા વર્ષની ઉર્જા અને નવા ઉત્સાહ સાથે તેનું સ્વાગત કરવા ઇચ્છે છે. જો આપ પણ 31 ડિસેમ્બરની સાંજને ખાસ બનાવવા માંગતા હો તો આ ડેસ્ટિનેશન આપના માટે બેસ્ટ છે.
દિલ્લી એનસીઆરમાં રહેતા લોકો સરિસ્કાની ટ્રીપ પ્લાન કરે છે. આ એક સારો ઓપ્શન છે. કારણ કે આ જગ્યા અહીં થી માત્ર 200 કિલોમીટર દૂર છે. અહીં આપ જંગલ સફારીની મજા લઇ શકો છો. જાન્યુઆરી આ પ્લેસ માટે ઉત્તમ સમય છે. અહીં માત્ર 3 હજારમાં આપની ટ્રીપ પુરી થઇ જશે.
ન્યુઇયરનું સેલિબ્રેશન કરવા માટે રણથંભૌર એક સારી જગ્યા છે. અહીં નેશનલ પાર્કની સફારી બુક કરવા માટે આપને માત્ર 1500 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે.અહીં રોકાવવાની વાત કરીએ તો માત્ર 5000 રૂપિયામાં આપની ટ્રીપ થઇ જાય છે. મિત્રો સાથે પરિવાર સાથે આપ અહીં ગોલ્ડન ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો છો.
લૈંસડાઉન પણ એક બેસ્ટ હિલસ્ટેશન છે. જો આપ ન્યુઇયરને વેલકમ શાંતિની જગ્યાથી કરવા માંગો છો તો અહીંની વાઇલ્ડ લાઇફ સેંચુરી અને વાદળને નજીકથી જોવાનો અનુભવ અસ્મરણીય બની જાય છે.
દિલ્લીથી ચાર કલાકના અંતરે આવેલા આગ્રા પણ ન્યુ ઇયર સેલિબ્રેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. જો આપ આપના પાર્ટનરની સાથે સેલિબ્રેટ કરવા માંગતા હો તો આગ્રાની ટ્રિપ પ્લાન કરો. અહીં આપ પ્રેમની નિશાની તાજમહેલનો દિદાર કરીને ન્યુ ઇયરનું સ્વાગત યાદગાર બનાવી શકો છો
મુથુરા વૃંદાવન પણ સારૂ ઓપ્શન છે. જે લોકો ન્યુ ઇયરનું સ્વાગત પાવન તીર્થ ધામ અને કૃષ્ણના સાનિધ્યમાં કરવા ઇચ્છે છે તેમના માટે આ એક સારો ઓપ્શન છે.