Migraine pain:માઇગ્રેનના દુખાવવાથી પરેશાન છો તો આ ઘરેલુ સરળ નુસખો અજમાવી જુઓ, મળશે રાહત

health tips

1/5
લીલા પાનના શાકમાં ભરપૂર માત્રામાં મેગ્નીશ્યમ હોય છે. જે માઇગ્રેઇનનો દુખાવો ઓછું કરવા માટે કારગર છે. અનાજ સી ફૂડ અને ઘઊંમાં પણ મેગ્નેશિયમની સારી માત્રા હોય છે. માઇગ્રેઇનના દર્દીઓએ આ ફૂડને જરૂર ડાયટમાં લેવું જોઇએ.
2/5
સામાન્ય રીતે માથાના દુખાવામાં ચા-કોફી પીવી ફાયદાકારક રહે છે. માઇગ્રેઇનનો અટેક વખતે પણ કોફીનું સેવન ફાયદાકારક રહે છે.
3/5
માઇગ્રેઇનના દર્દીઓએ ફેટ ફ્રી દૂધ પીવું વધુ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન બી હોય છે. જે કોશિકાઓને એનર્જી આપે છે.મગજની નસો ચુસ્ત પડવાથી માઇગ્રેઇનનો દુખાવો થાય છે. તેમાં વિટામીન બી રાહત આપવાનું કામ કરે છે.
4/5
માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડની સાથે વિટામિન ઇ વધુ માત્રામાં હોય છે. આ ફૂડ પણ માઇગ્રેઇનના પેઇનને કન્ટ્રોલ કરે છે.દુખાવા સમયે તો નહી પરંતુ સામાન્ય રીતે ફિશને ડાયટમાં સામેલ કરવાથી માઇગ્રેઇનના દુખાવાની તીવ્રતા ઓછી ચોક્કસ કરી શકાય છે.
5/5
જો આપને વાંરવાર માઇગ્રેઇનનો દુખાવો થતો હોય તો આપને ડ્રાયફ્રૂટને ચોક્કસપણે ડાયટમાં સામેલ કરવું જોઇએ. ડ્રાયફ્રૂટમાં અનેક પોષકતત્વો હોય છે. જે માઇગ્રેઇનના તીવ્ર દુખાવથી આરામ અપાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.બદામ, અખરોટ, કાજુને રૂટીન ડાયટમાં સામેલ કરવાથી દુખાવાની તીવ્રતાથી અનેક ગણી રાહત થશે.
Sponsored Links by Taboola