ભારતના કયા રાજ્યમાં લોકો સૌથી વધુ કોન્ડોમ ખરીદે છે… જાણો શું છે તમારા રાજ્યની સ્થિતી?
ભારતીય પુરુષો કોન્ડોમનું મહત્વ સમજે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-4 અહેવાલ આપે છે કે 97.9 ટકા સેક્સ્યુઅલી એક્ટિવ પુરુષો કોન્ડોમનું મહત્વ જાણે છે, જ્યારે ભારતમાં એકંદરે 94 ટકા પુરુષો કોન્ડોમના ઉપયોગ વિશે જાણે છે, પરંતુ બધા તેનો ઉપયોગ કરતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં કોન્ડોમનો સૌથી વધુ વપરાશ દાદરા અને નગર હવેલી અને આંધ્રપ્રદેશમાં થાય છે. અહીં, કુલ વસ્તીની તુલનામાં લોકો અન્ય કોઈપણ રાજ્ય કરતાં વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે.
મધ્ય અને પશ્ચિમ ભારતમાં કોન્ડોમનો વધુ ઉપયોગ થાય છે. ત્યાંની સરકારો આ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે.
ઉત્તરાખંડમાં 15.7% વસ્તી અને હિમાચલ પ્રદેશમાં 11.7% વસ્તી કોન્ડોમનો ઉપયોગ કરે છે.
મહારાષ્ટ્રમાં 5.6%, મધ્ય પ્રદેશમાં 4.8%, આંધ્ર પ્રદેશમાં 2%, તમિલનાડુમાં 2.3%, કર્ણાટકમાં 1.7% લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે.