Home tips: ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે ઘરેલુ કારગર ઉપાય
અનેક ઉપાય કરવા જતાં પણ ગરોળી ઘર કે ઘરની આસપાસ દીવાલ પર ફરતી રહે છે? તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ સરળ કારગર ઉપાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેટોલનું સ્પ્રે પણ કારગર છે. ડેટોલનું સ્પ્રે કરવાથી એ એરિયાની આસપાસ ગરોળી ફરકશે પણ નહી.
ગરોળીથી છુટકારો મેળવવા માટે નેપ્થાલિનની ગોળીઓ ખૂબ જ ઉપયોગી છે. જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે, ત્યાં આ ગોળીઓ રાખો. ખરેખર, તેની ગંધ ગરોળીને ગમતી નથી અને તે તેનાથી દૂર ભાગે છે.
ગરોળીને ગરમી ગમે છે. તેથી, તે મોટે ભાગે ગરમ જગ્યાએ જોવા મળે છે. તેના શરીરને ઠંડા પાણીનો છંટકાવ કરવાથી તે ભાગી જાય છે.
ગરોળીથી છુટકારો મેળવવા માટે કોફી બોલ પણ એક સારો ઉપાય છે. કોફી બોલ્સ બનાવીને . આ બોલ્સને તમે ઘરના દરેક ખૂણામાં રાખીને ગરોળીથી છૂટકારો મેળવી શકો છો.
ડુંગળીનો રસ કાઢીને બોટલમાં ભરી લો. જ્યારે પણ તમે દિવાલો, ખૂણામાં ગરોળી જુઓ તો તરત જ તેને સ્પ્રે બોટલ વડે સ્પ્રે કરો. ગરોળી ભાગી જશે
મોરપિચ્છથી પણ ગરોળી દૂર રહે છે. તો બારી કે ગેલેરીના કોર્નરમાં આપ મોરપિચ્છને રાખી શકો છો. જે સુંદર દેખાય છે અને તેનાથી ગરોળી પણ દૂર ભાગે છે
કદાચ તમને ખબર નહીં હોય, પરંતુ જો કાળા મરીનો ઉપયોગ સ્પ્રે તરીકે કરવામાં આવે તો ગરોળી ભાગી જાય છે. આ માટે કાળા મરીના પાવડરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી દો. પેપર સ્પ્રે ગરોળીના શરીરમાં બળતરા પેદા કરે છે અને તે ભાગી જાય છે.