Low Calorie Food For Weight Loss: વજન ઓછું કરવા માટે બેસ્ટ છે આ 5 લો કેલેરી ઇન્ડિયન ફૂડ, પચાવવામાં પણ છે સરળ
આવા ઘણા વિદેશી ખોરાક છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે ભારતીય ખોરાકમાં પણ તે ક્ષમતા છે. ભારતમાં કેટલાક એવા ઓછા કેલરીવાળા ભારતીય ફૂડ છે જે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે, તે વધેલી ચરબીને પણ ઘટાડી શકે છે. આજે અમે તમને એવી જ 5 ઓછી કેલરીવાળી ભારતીય વાનગીઓ વિશે જણાવી રહ્યા છીએ જે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઢોકળા એક ફર્મેન્ટેડ સ્ટીમ્ડ સ્નેક છે. જે મળૂ ગુજરાતી વાનગી છે. આ એકદમ લો કેલેરીવાળઓ નાસ્તો છે. ઢોકળા બનાવવા માટે બેસન, દહી. સૂજી અને લીમડાના પાન જેવી સામગ્રી સાથે આપ તેને સરળતાથી માઇક્રોવેવમાં બનાવી શકો છો
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના લોકપ્રિય, પોહા એ એક સરળ રેસીપી છે જે તંદુરસ્ત નાસ્તાનો વિકલ્પ છે. તે પચવામાં પણ સરળ છે અને લો કેલોરી ફૂડ છે
આથેલા બેટરમાંથી બનેલી ઈડલી પેટ માટે ઉત્તમ છે અને નાસ્તાનો ઉત્તમ વિકલ્પ છે કારણ કે તે ફૂલેલી અને હલકી હોય છે. તે લો કેલેરી યુક્ત છે. તેમા મોજૂદ પ્રોટીન અને ફાઈબરના કારણે તે એક પ્રોપર ડાયટ ફૂડ છે.
લીલા વટાણાનું ઉપમા પોષક તત્વોથી ભરપૂર અને પેટને અનુકૂળ ઉપમા એક દક્ષિણી ભારતીય નાસ્તો છે. જે આપની ભૂખને નિયંત્રણ કરવામાં મદદ રૂપ છે. તે એક પ્રોપર ડાયટ ફૂડ છે.