Missing Day 2024: આજે ઉજવવામાં આવે છે મિસિંગ ડે, આ રીતે દિવસને બનાવો ખાસ
ફેબ્રુઆરી મહિનો કપલ્સ માટે ખૂબ જ ખાસ હોય છે. વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે અને ત્યારબાદ એન્ટી-વેલેન્ટાઈન વીક આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે 15મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 21મી ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે સાથે સમાપ્ત થાય છે. 20 ફેબ્રુઆરીના રોજ એન્ટી વેલેન્ટાઇન વીકના ભાગ રૂપે મિસિંગ ડે ઉજવવામાં આવે છે.
આ દિવસે તમે તમારા જૂના મિત્રો અને અન્ય લોકોને તમારા હૃદયની લાગણીઓ કહી શકો છો. જો તમે પણ આ મિસિંગ ડે પર કોઈને કહેવા માંગો છો કે તમે તેમને ખૂબ મિસ કરો છો, તો તમે આ પદ્ધતિઓ અપનાવી શકો છો.
જો તમે તમારા જીવનસાથી અથવા કોઈ ખાસ વ્યક્તિથી દૂર છો અને તેને મિસિંગ ડે પર બતાવવા માંગો છો કે તમે તેને કેટલા મિસ કરો છો તો તમે તેમને ફોન દ્વારા મિસિંગ ડેની શુભેચ્છાઓ આપીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો
જો તમે તમારા જીવનસાથી અથવા કોઈ મિત્રને ખૂબ જ મિસ કરી રહ્યાં છો, તો આ ખાસ દિવસે તમે તેમને મળીને તેમને સરપ્રાઇઝ આપી શકો છો
જો તમે કોઈને મિસિંગ ડે પર કેટલો યાદ કરો છો તેની સાથે વિતાવેલી પળોને કેટલી મિસ કરો છો તે જણાવવા માંગો છો તો આ માટે તમે તમારા કેટલાક જૂના ફોટા અને વીડિયોનો નવો વીડિયો બનાવીને તમારા પાર્ટનરને મોકલી શકો છો.