Pickle Side Effects:શું આપ અથાણાની આ સિઝનને ભરપેટ માણો છો તો સાવધાન, થાય છે આ નુકસાન

pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

અથાણાના સેવનના ગેરફાયદા

1/8
pickleSide Effects: દરરોજ અથાણાંનું સેવન કરવાથી તમે હાઈ બીપી, એસિડિટી, ગેસ, હાઈ કોલેસ્ટ્રોલ અને અલ્સર જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો.
2/8
દરરોજ: થાળીમાં થોડું અથાણું આવી જાય તો ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. ભારતીય લોકો અથાણાના ખૂબ શોખીન હોય છે. ભોજનનો સ્વાદ વધારતું આ અથાણું સ્વાદિષ્ટ તો ખૂબ છે પરંતુ તેના નુકસાન પણ છે.
3/8
અથાણામાં સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ કારણે શરીરમાં કેલ્શિયમનું શોષણ યોગ્ય રીતે થતું નથી અને તેના કારણે હાડકાં નબળા પડી શકે છે. સાંધામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આર્થરાઈટીસમાં સાંધાને લગતી બીમારીઓ ધરાવતા લોકોને અથાણાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
4/8
અથાણું બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે રોજ અથાણાંનું સેવન કરો છો તો તેનાથી પેટ સંબંધિત ફરિયાદો થઈ શકે છે. પેટમાં એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી અથાણું ખાવાથી પેટમાં અલ્સરનો ખતરો રહે છે.
5/8
અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે જેથી તે લાંબો સમય તાજુ રહે. જેના કારણે શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.
6/8
અથાણામાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હાઈ બીપીના દર્દી છો, તો તદ તેને અવોઇડ કરવું જ જોઇએ. . અથાણું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે. જે લોકો પહેલાથી જ બીપીના દર્દી છે તેઓએ અથાણું ખાવાનું ટાળવું જોઈએ
7/8
અથાણુંની એસિડિક પ્રકૃતિ છે. જેથી જો વધુ માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો એસિડિટી અને પેટ સંબંધિત બીમારી થઇ શકે છે.
8/8
અથાણામાં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે, આવી સ્થિતિમાં જો તમે અથાણાંનું વધુ પડતું સેવન કરો છો, તો તમે તેટલા જ તેલનું સેવન કરો છો અને તેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે વેઇટ પણ વધે છે.
Sponsored Links by Taboola