Nail Health: તમારા નખનો રંગ બદલાઈ રહ્યો છે ? તો આ ગંભીર બીમારીનો સંકેત

Nail Health: આપણા શરીરના અંગો જ આપણને અંદરની બીમારીઓ વિશે સંકેત આપે છે. નખ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નખમાં અચાનક કોઈ ફેરફાર જોવા મળે, તો તે શરીરમાં ચાલી રહેલી અંદરની બીમારીનો ઈશારો હોઈ શકે છે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
નખના રંગમાં ફેરફારો હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, લોહીની ઉણપ અથવા પોષક તત્ત્વોની કમી સાથે જોડાયેલા હોઈ શકે છે. ઘણા લોકો નખમાં થતા બદલાવને સામાન્ય સમજીને અવગણે છે.
2/7
પરંતુ હકીકતમાં નખ શરીરની તંદુરસ્તીનું મહત્વપૂર્ણ સૂચક છે. સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ બદલાવ ગંભીર બીમારીઓની ચેતવણી બની શકે છે.
3/7
નખ પર દેખાતી લાંબી લાઈનો અથવા ઊભી રેખા જેને મેડિકલ ભાષામાં ઓનિકોરેક્સિસ કહેવામાં આવે છે, તે માત્ર ઉંમરની અસર નથી. આ પોષણની કમી, એનિમિયા અથવા મેટાબોલિક સમસ્યાઓના કારણે પણ થઈ શકે છે.
4/7
હાઈ કોલેસ્ટ્રોલની સ્થિતિમાં લોહીનો પ્રવાહ નખ સુધી પહોંચતો ઓછો થઈ જાય છે. પરિણામે નખ પર કાળા ડાઘ, રંગમાં ફેરફાર અથવા અસામાન્ય લાઈનો દેખાઈ શકે છે.
5/7
કેટલાક લોકોના નખ વાદળી અથવા જાંબલી રંગના દેખાવા લાગે છે. આ લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય ન હોવાનો સંકેત હોઈ શકે છે.
Continues below advertisement
6/7
આ ઉપરાંત નખ નબળા થઈને તૂટી જવું અથવા પીળા પડી જવા પણ હાઈ કોલેસ્ટ્રોલ, એનિમિયા અથવા ખરાબ બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલું હોઈ શકે છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola