Women’s Day : નથળી બદલી શકે છે દુલ્હનનો લૂક, જુઓ શાહી નથળીની અદભૂત ડિઝાઇન, જેનાથી વધી જાય છે ચહેરાનું નૂર
લગ્નના દિવસને ખાસ શૃંગાર માટે નવવધૂઓ તેમના લહેંગાથી લઈને ઘરેણાં પર સૌથી વધુ ધ્યાન આપે છે. બ્રાઈડલ લુકમાં સૌથી મોટો ટ્વિસ્ટ નાકની નથળી આપે છે. નથળીછી તમારું સમગ્ર લૂક બદલી જાય છે. આજે અમે આપને કેટલીક નથળીની ડિઝાઇન દર્શાવી રહ્યાં છીએ. જેનાથી ચહેરા પર અલગ જ નૂર આવી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ મોટી સાઇઝની રાઉન્ડ શેપની નથળીનું ટ્રેંડમાં છે. જેના અર્ધગોળાકારને ડાયમંડથી સજાવવામાં આવે છે. જે દુલ્હનના ચહેરા પર અલગ જ નૂર લાવી દે છે.
જો આપ લાઇટ વેઇટ નથણી કેરી કરવા ઇચ્છતાં હો તો ત્રણ મોતીવાળી નથળીની આ ડિઝાઇન ઉત્તમ છે. ત્રણ મોતીની આ નથણી કેરી કરવી કમ્ફર્ટ રહે છે અને દુલ્હનને પરફેકટ લૂક આપે છે.
જો આપ હેવી લૂકમાં લાઇટ વેઇટ નથણી શોધી રહ્યાં છો. તો આ નથળી આપના માટે છે. આ પેંચવાળી નથળીને કેરી કરવા માટે આપને નાક વિંધાવવાની પણ જરૂર નથી રહેતી.
હાલ હેવી પંજાબી નથળીની ફેશન ચાલી રહી છે. જો કે આ નથળી ઘણી ભારે હોય છે પરંતુ દુલ્હનના લૂકમાં ચાર ચાંદ લગાવી દે છે.
આ નથળીનો ગોળ શેપ પણ પુરી રીતે બારીક કામથી સજાવેલો છે અને નીચે આપેલ સુંદર લટકણ તેને અલગ જ લૂક આપે છે.
જો આપ મોટી નથળીના બદલે નાની નથળીને કેરી કરવા માંગતા હો તો આપ કુંદન જડિત આ નથળી કેરી કરી શકો છે. તે સિમ્પલ પણ ગોર્જિયશ લૂક આપે છે.