Navratri Special: નવરાત્રિમાં ઉપવાસમાં જરૂર ખાવ આ પાંચ ફળ, તમારી સ્કિન બનશે મુલાયમ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેથી તમારું શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે. એવા પાંચ ફળ છે જે તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો માતાજીના 9 દિવસ ધામધૂમથી ઉજવે છે. આ સમય દરમિયાન ઘણા લોકો દેવીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે, આવી સ્થિતિમાં તેઓ ફળ, ખીર, ડેરી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓનું સેવન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે નવરાત્રિના 9 દિવસ સુંદર દેખાવા માંગતા હોવ તો તમે આ ફળોનું સેવન કરી શકો છો. આનાથી તમારો ઉપવાસ તૂટશે નહીં અને તમારી ત્વચા પણ ગ્લોઈંગ બનશે.
તમે નવરાત્રિના નવ દિવસ કેળાનું સેવન કરી શકો છો, તેમાં વિટામિન A, C, B6 સારી માત્રામાં હોય છે. જે તમારી ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષક તત્વોથી પણ ભરપૂર છે. એટલું જ નહીં કેળાનું સેવન કરવાથી ત્વચા મુલાયમ બને છે.
સફરજનમાં ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન હોય છે, જે ત્વચાને ફાયદો કરે છે અને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે અને તેને હંમેશા યુવાન રાખે છે. તેના સેવનથી રોગોથી પણ રક્ષણ મળે છે.
આ સિવાય દ્રાક્ષમાં સારી માત્રામાં વિટામિન સી મળી આવે છે, જે ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દ્રાક્ષ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં ઘણી મદદ કરે છે અને તેના રોજિંદા સેવનથી ખીલ ઘટાડી શકાય છે.
નારિયેળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ચમકદાર બનાવે છે. નારિયેળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને રેડિયેશન અને પ્રદૂષણથી બચાવે છે.
પપૈયામાં એન્ઝાઇમ્સ અને વિટામિન્સ હોય છે, જે ત્વચાને નરમ બનાવે છે અને પિમ્પલ્સ અને ડાઘ દૂર કરે છે. ચહેરા પર સોજો હોય તો પપૈયાની મદદથી તેને ઓછો કરી શકાય છે. તે ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને સાફ કરે છે.