Kitchen Hacks : કિચનમાં લાંબા સમય સુધી રાખેલી ડુંગળી ખરાબ નહિ થાય, આ રીતે કરો સ્ટોર

ડુંગળીને સ્ટોર કેવી રીતે કરવી અને તેને સડતા કેવી રીતે બચાવવી તેની કેટલીક સરળ રીતો છે. જાણીએ ડુંગળીને સ્ટોર કરવાની રીત

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
ડુંગળીને સડવાથી બચાવવા માટે યોગ્ય સંગ્રહ અને જાળવણી જરૂરી છે. ચાલો જાણીએ આવી જ કેટલીક ટિપ્સ વિશે જાણીએ કેવી રીતે તેને તાજા રાખી શકાય
2/8
ડુંગળીને સડવાથી બચાવવા માટે યોગ્ય સંગ્રહ અને જાળવણી જરૂરી છે. ચાલો જાણીએ આવી જ કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ વિશે, જે તમારા રસોડામાં પડેલી આપણી ડુંગળીને તાજી રાખશે
3/8
ડુંગળી ખરીદતી વખતે, સખત અને સૂકી ડુંગળી પસંદ કરો. આટલું જ નહીં, તેમાં સ્ક્રેચના નિશાન ન હોવા જોઈએ કે નરમ ન હોવી જોઈએ. નરમ ડુંગળી ખરીદવાનું ટાળો, કારણ કે તે ઝડપથી સડી જવાની શક્યતા વધારે છે.
4/8
ડુંગળીને હંમેશા ભેજવાળી જગ્યાઓથી દૂર રાખો. કેટલાક લોકો તેને ફ્રીજમાં સ્ટોર કરે છે, આવી ભૂલ ન કરો. ડુંગળીને ઠંડા અને શુષ્ક વાતાવરણમાં રાખો, જેનાથી તેની સડવાની શક્યતા ઘટાડી શકે છે.
5/8
તમારી પેન્ટ્રી અથવા રસોડામાં સારું વેન્ટિલેશન હોય તેવી જગ્યા શોધો અને તેને હવાવાળી જગ્યાએ સ્ટોર કરો. જો કે, તે ગરમી અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવી જોઈએ.
6/8
સંપૂર્ણપણે જરૂરી ન હોય ત્યાં સુધી ડુંગળી ધોવાનું ટાળો અને જો તે ભીની થઈ જાય, તો તેને સંગ્રહ કરતા પહેલા તેને કપડાથી સૂકવી દો.
7/8
પ્લાસ્ટિકની થેલીઓમાં ડુંગળી રાખવાને બદલે નેટ બેગ અથવા બાસ્કેટનો ઉપયોગ કરો. આ કન્ટેનર ડુંગળીની આસપાસ હવાનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે, ભેજનું નિર્માણ અને સડો અટકાવે છે.
8/8
ડુંગળી ગેસ છોડે છે, જેના કારણે કેટલાક ફળો અને શાકભાજી ઝડપથી પાકે છે અને તે ઝડપથી બગડી શકે છે. ડુંગળીને અન્ય ફળો અને શાકભાજીથી હંમેશા અલગ રાખો.
Sponsored Links by Taboola