શું આપ લાંબો સમય સુધી ઊંઘો છો? ઓવર સ્લિપિંગ નોતરે છે અનેક બીમારી, જાણી લો નુકસાન
જે રીતે 7થી8 કલાક ગાઢ નિંદ્રા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેવી જ રીતે ઓવર સ્લિપિંગ પણ નુકસાનકારક છે. બહુ લાંબો સમય સુધી ઉંઘવાથી અનેક બીમારી થાય છે. ઓવલ સ્લિપિંગ અનેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. શિયાળાની સિઝનમાં ખાસ કરીને લોકો લાંબો સમય સુધી ઉંઘવાનૂં પસંદ કરે છે પરંતુ તે આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલ્ધી રહેવા માટે યોગ્ય સ્લિપિગ પેર્ટન ખૂબ જ જરૂરી છે. ઊંઘવાની ખોટી આદતો આપને બીમાર કરી શકે છે. વધુ સૂવાથી પીઠ દર્દીની પણ સમસ્યા થઇ શકે છે.
બપોરેના કલાકો સુધી ઊંધી જવું અને સવારે મોડા ઉઠવું આ આદત આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી મેદસ્વીતા વધે છે. જે અન્ય બીમારીને નોતરે છે.
ઓવર સ્લિપિંગથી માથાના દુખાવાની પણ સમસ્યા રહે છે.તેમજ વધુ ઊંઘ ડિપ્રેશનને પણ વધારી શકે છે. ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન 15 ટકા લોકો વધુ ઊંઘ લેતા હોય છે.
આખો દિવસ સૂતું રહેવું નિંદ્રાધિન રહેવું હાઇપરસોમનિયાનું લક્ષણ હોઇ શકે છે. વધુ સૂવાથી ડાયાબિટિશના ચાન્સ વધી જાય છે. એક સ્ટડીનું પણ એવું તારણ છે કે, વધુ સમય સુતી રહેવાથી વધુ ઊંઘ લેવાથી ડાયાબિટીશનું જોખમ વધી જાય છે
એક્સપર્ટના મત મુજબ વ્યક્તિએ 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ.આટલી ઊંઘ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પૂરતી છે.