શરીરમાં આ જગ્યાઓ પર દુઃખાવો થાય છે હોઇ શકે છે ડાયાબિટીસના સંકેતો
આપણે ઘણીવાર શરીરના દુખાવાને સામાન્ય સમજીને અવગણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તે ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જો તેને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો તે તમને કાબૂમાં કરશે અને પછી તમારું શરીર રોગોનું ઘર બની જશે અને તમને તેના વિશે ખબર પણ નહીં પડે. જો તમે આ રોગને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો તમારી લાઇફસ્ટાઇલ, ડાયટનું ધ્યાન રાખો, સારી ઊંઘ લો, તણાવ ન લો અને દરરોજ કસરત કરો. ડાયાબિટીસના દર્દી માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમને વારંવાર ખભામાં દુખાવો, ભારેપણું અને જડતા અનુભવાય છે, તો તમારે એકવાર બ્લડ ટેસ્ટ જરૂર કરાવી લો. આ સ્થિતિને ફ્રોઝન સોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં સુગર લેવલ વધવાના કારણે ઘણીવાર આવું થાય છે.
ઘણી વખત એવું બને છે કે ડાયાબિટીસને કારણે હાથ-પગ સુન્ન થઈ જાય છે. એટલું જ નહીં, હાથ અને પગમાં ઝણઝણાટની શરૂ થાય છે. જો તમારા બ્લડ સુગરનું સ્તર ઊંચું હોય તો ઘણીવાર તમારા પગમાં તીવ્ર દુખાવો થશે.
લાંબા સમય સુધી હળવો માથાનો દુખાવો રહેવો એ પણ બ્લડ સુગરના સ્તરમાં વધારો થવાનું લક્ષણ છે. આ દુખાવો ઘણા કલાકો કે દિવસો સુધી રહી શકે છે અને પછી અચાનક ઠીક થઈ જાય છે.
જો તમને અચાનક ઝાંખુ દેખાવા લાગે એટલે કે સ્પષ્ટ રીતે જોવાનું બંધ થઈ જાય, તો તેનું કારણ બ્લડ સુગરનું હાઇ સ્તર પણ હોઈ શકે છે.
લાંબા સમય સુધી હળવો માથાનો દુખાવો રહેવો એ પણ બ્લડ સુગરના સ્તરમાં વધારો થવાનું લક્ષણ છે. આ દુખાવો ઘણા કલાકો કે દિવસો સુધી રહી શકે છે અને પછી અચાનક ઠીક થઈ જાય છે.
ઘૂંટણ અને સાંધામાં દુખાવો પણ ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. જો તમને આ સમસ્યા પહેલા ન હોય પણ અચાનક તમને ખૂબ થાક લાગવા લાગે, તો આ હાઈ બ્લડ સુગરનું લક્ષણ હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે લોહીમાં વધુ પડતા સુગરના કારણે તેનો પ્રવાહ ઓછો થાય છે.