Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
તાવમાં તમે પણ બાળકોને આપો છો પેરાસિટામોલ, તો જાણો કઇ બાબતોની રાખશો કાળજી
પેરાસિટામોલ એ સૌથી સામાન્ય દવા છે જેનો ઉપયોગ તમામ ઘરોમાં થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે બાળકોને આ દવા આપતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાચા ડોઝનું ધ્યાન રાખો: પેરાસિટામોલનો ડોઝ હંમેશા બાળકની ઉંમર અને વજન પ્રમાણે નક્કી કરો. વધુ પડતી દવા આપવાથી બાળકને ફાયદો નહીં થાય, પરંતુ નુકસાન થઈ શકે છે.
દવા આપવાનો સમય યોગ્ય રાખોઃ દિવસમાં ચાર વખતથી વધુ પેરાસિટામોલ ન આપો. સામાન્ય રીતે તે દર 4 થી 6 કલાકમાં એકવાર આપી શકાય છે.
તાપમાન તપાસો: બાળકનું તાપમાન તપાસો. જો બાળકનું તાપમાન 100 ડિગ્રી ફેરનહીટથી નીચે હોય અને તે હજી પણ ગરમ અનુભવે છે, તો તેને દવા આપવાની જરૂર નથી.
અન્ય દવાઓની જાણકારી હોવી જોઇએ: ધ્યાનમાં રાખો કે બાળક પહેલેથી જ કોઈ અન્ય દવા લેતું નથી. દવાઓનું મિશ્રણ ક્યારેક ખતરનાક બની શકે છે.
રસીકરણ પછી સાવચેત રહો: જો બાળકને તાજેતરમાં રસી આપવામાં આવી હોય તો તેને તરત જ પેરાસિટામોલ આપશો નહીં. આમ કરવાથી રસીની અસર ઘટી શકે છે.