Eye Beauty Tips : સોજેલી આંખો આપના સૌદર્યમાં બને છે બાધક, આ સરળ ઘરેલુ ઉપાયથી મેળવો છૂટકારો
Eye Beauty Tips : Puffiness on your eyes:આંખોમાં સોજો આવવાના ઘણા કારણો છે, જેમાં યોગ્ય રીતે ઊંઘ ન આવવી, થાક લાગવો, આંખોની રચના, વારસાગત સમસ્યાનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક વ્યક્તિ સવારે ઉઠ્યાં બાદ તેનો ચહેરો તરોતાજા ઇચ્છે છે પરંતુ વ્યસ્ત જીવનશૈલી અને અપૂરતી ઊંઘ સહિતના કેટલાક કારણો એવા છે જેના કારણે આંખો સોજી જાય છે. તો ઉપાય સમજીએ.
આ માટે 5 ચમચી રેફ્રિજરેટરમાં રાખો. પછી લગભગ એક મિનિટ પછી એક ચમચી કાઢીને તેને તમારી આંખો પર મૂકો. 20-30 સેકન્ડ માટે આ રીતે રાખો પછી એ જ રીતે બીજી ચમચી કાઢીને તેને પણ આ જ રીતે રાખો, આ રીતે પાંચ ચમચીને આંખ પણ લગાવો આ ઠંડકથી તમારી આંખોનો સોજો દૂર થઈ જશે અને તે આપના ચહેરાને ફ્રેશ લુક પણ મળશે
ગ્રીન ટી અને બ્લેક ટી બેગનો ઉપયોગ કર્યા પછી તેને ફ્રીજમાં રાખો. આંખોના સોજાને દૂર કરવા માટે, આ ટી-બેગ્સને તમારી આંખો પર 5-10 મિનિટ સુધી રાખીને સૂઈ જાઓ. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરવાથી આંખોના ડાર્ક સર્કલ પણ દૂર થઈ શકે છે.
આઈસ ક્યુબ્સ આંખોના સોજાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ માટે, આઇસ ક્યુબને કોટન નેપકિનમાં લપેટીને તમારી આંખોની આસપાસની જગ્યા પર મસાજ કરો. આના ઉપયોગથી તમારી આંખોના સોજાને દૂર કરી શકાય છે
આ માટે કોટનથી બનેલા આઈ પેડને ગુલાબજળમાં પલાળીને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખો. તે પછી, તેને તમારી આંખો પર મૂકીને થોડીવાર માટે સૂઈ જાઓ. લગભગ 5 થી 7 મિનિટ આ રીતે રહો. તેનાથી તમને ઘણી રાહત મળશે. જો તમે ઈચ્છો તો કોટન પેડને બદલે બટાકા અથવા કાકડી ખમણીને પણ આંક પર રાખી શકો છો. તેનાથી આંખોના સોજામાં રાહત મળે છે