ગુણોની ખાણ છે કાચી કેરી, ગરમીમાં કાચી કેરીના સેવનના આ છે 7 અદભૂત ફાયદા
ગરમીમાં કાચી અને પાકી કેરીની ભૂરપૂર આવક થાય છે. બંને કેરી ખાવાના અલગ-અલગ ફાયદા છે. કાચી કેરીનું તાજુ અથાણુ, કચુંબર કે, પન્ના દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમીમાં કાચી કેરીનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે નહી પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ કરવામાં આવે છે. કાચી કેરીના સેવનથી રક્ત વિકારથી થતી બિમારીના જોખમથી બચી શકાય છે.
જો આપને એસિડીટિ, ગેસ અને અપચાની સમસ્યા છે તો કાચી કેરીનું સેવન આપના માટે ફાયદાકારક છે. તે કબજિયાત અને પેટના દરેક વિકારને હરવામાં સક્ષમ છે.
કાચી કેરી ન માત્ર વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પરંતુ તે કાળા ઘેરા વાળની સાથે સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ કારગર છે. તેના સેવનથી ત્વચા પર કસાવ બની રહે છે.
ઉલ્ટી, ઉબકા, ગભરામણની સમસ્યામાં કાચી કેરીને મરી પાવડર સાથે ખાવાથી રાહત મળે છે. વોમિટિગ ફિલિંગ જેવી સ્થિતિમાં કાચી કેરીનું મરી સાથે સેવન કરવાથી થોડા સમયમાં જ રાહત મળે છે.
શુગરની સમસ્યા થતાં તેનો પ્રયોગ શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં બેહદ સહાયક છે. તેનો પ્રયોગ કરીને આપ શરીરમાં આયરનની પૂર્તિ સરળતાથી કરી શકો છો.
કાચી કેરી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. જે આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે આપના સૌદર્યનો પણ ખ્યાલ રાખે છે. કાચી કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે પણ ઉપકારક છે.
જો આપને લૂ લાગી હોય કે લૂથી બચવું હોય તો પણ કાચી કેરીનું સેવન હિતકારી છે. જો આપને અત્યાધિક પરસેવો થતો હોય તો પણ કાચી કેરીનું સેવન ઉપકારક છે.