લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? તો આ સચોટ ઉપાય કરવાથી શીઘ્ર વિવાહના બનશે યોગ
જીવનમાં દરેક કાર્યો સમય પર થવા યોગ્ય છે. જો કે કેટલાક લોકોના જન્માક્ષના ગ્રહોની દશાના કારણે લગ્નમાં વિલંબ થતો હોય છે. આ સમસ્યાને કેટલાક ઉપાયથી દૂર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક મંગળવારે સંકટમોચનને લાલ સિંદૂર અર્પણ કરો, વિવાહમાં આવતા વિઘ્ન દૂર થશે અને શીઘ્ર વિવાહનો યોગ બનશે તેમજ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
બ્રહ્મમૂહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે ઓમ સૂર્યાંય નમ: મંત્રનો જાપ અવશ્ય કરો.
શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્રમાં તલ અને લોખંડનો ટૂકડો બાંધીને દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં આવતાં વિઘ્ન દૂર થશે.
ગુરૂવારના દિવસે ભાખરીનો લાડુ ગાયને ખવડાવો કેમજ કિડયારૂ પૂરો.તેમજ બૃહસ્પતિને પીળા ફુલ અને ચંદન અર્પણ કરીને પૂજા કરો.
સોમવારના દિવસે મહાદેવને અભિષેક કરો અને બે જુદા –જુદા ફળ અર્પણ કરો. ગરીબ અને અભાવગ્રસ્ત, બીમાર લોકોની મદદ કરો.