Health Tips: દૂધ પીવાનો આ છે શ્રેષ્ઠ સમય જાણી લો, આ ટાઇમે દહીં ખાશો તો થશે અદભૂત ફાયદો
ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.
આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.