Satrangi Sabzi: જો તમે શાકભાજીના શોખીન છો અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગતા હોવ તો ખાઓ આ સતરંગી શાક
તમે તેને લંચ દરમિયાન અથવા મહેમાનો આવે ત્યારે સર્વ કરી શકો છો. તેને રાયતા, ચપાતી/નાન સાથે પણ લઇ શકો છો અને તમારું આરોગ્યપ્રદ ભોજન તૈયાર છે. જો તમારા બાળકોને શાકભાજી ખાવાનું ન ગમતું હોય, તો તમે આ સ્વાદિષ્ટ મિક્સ વેજ સબઝી બનાવીને તેમને સ્વાસ્થ્યપ્રદ ખોરાક આપી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌપ્રથમ તમારી પસંદગી મુજબ શાકભાજીને સમારીને રાખી લો . એક પેનમાં તેલ નાખો. જીરું અને હિંગ ઉમેરો. તેમને એક મિનિટ માટે ફૂટવા દો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો.હવે ટામેટાની પ્યુરી ઉમેરો અને મિક્સ કરો. તેના પર ઢાંકણ ઢાંકીને 5-6 મિનિટ સુધી રહેવા દો. વચ્ચે વચ્ચે શાક હલાવતા રહો.
હવે તેમાં બધી શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરો. 1/4 કપ પાણી ઉમેરો અને પાંચ મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં હળદર, ધાણા પાવડર, સૂકી કેરી પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, વરિયાળી અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 10-15 મિનિટ સુધી થવા દો.
છેલ્લે દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લી 4-5 મિનિટ સુધી પકાવો અને ગેસ બંધ કરો. રાયતા અને રોટલી સાથે સર્વ કરો. આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તેને રેટ કરો.