રાત્રે સૂતી વખતે આપ મોબાઇલ સાથે રાખીને સૂવો છો? તો સાવધાન, થઇ શકે છે આ ગંભીર નુકસાન
આપણામાંથી ઘણા લોકો ઊંઘતી વખતે મોબાઈલ ફોનને આપણાથી દૂર રાખવાનું પસંદ નથી કરતા. આ સ્થિતિમાં, કેટલાક તેને તકિયાની નીચે અથવા બેડ પર બાજુમાં મૂકીને સૂવાનું પસંદ કરે છે. આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે સાંભળ્યું જ હશે કે, સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. પરંતુ તેનાથી પણ બીજા અન્ય કેટલાક નુકસાન છે. . ચાલો જાણીએ કે, તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.
મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન નીકળે છે, જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી શકો છો.
મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, તમારા સેલ ફોનમાંથી નીકળતી બ્લૂ પ્રકાશ ઊંઘ લાવતા હોર્મોનના ઉત્પાદનને પણ વિક્ષેપિત કરી શકે છે, જેને મેલાટોનિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બોડી ક્લોકને વિક્ષેપિત કરે છે, જે તેનાથી સારી ઊંઘ પણ મુશ્કેલ બની જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠને પણ ફોનથી નીકળતા આરએફ રેડિએશનથી લોકોને સાવચેત કરતા જણાવ્યું હતું કે, તેના વધુ સંપર્કમાં રહેવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.
ફોનના આ ખતરનાક રેડિએશનથી બચવા માટે ફોનને ઓછામાં ઓછો આપનાથી ત્રણ ફૂટના અંતરે રાખવાની નિષ્ણાત સલાહ આપે છે.
જ્યારે તમે ઊંઘવા જાવ ત્યારે ફોન બંધ કરો અથવા તેને 'સાયલન્ટ' પર મૂકો. ત્રણ ફૂટ દૂર મૂકો. એલાર્મ માટે ઘડિયાળનો ઉપયોગ કરો. એવા લોકો છે જેમને ઊંઘતા પહેલા ઈ-બુક્સ વાંચવાની આદત હોય છે. તેણે હાર્ડ કોપી વાંચવાની આદત પાડવી જોઇએ.