skin care: ટામેટાંનો આ રીતે કરો ઉપયોગ, સ્કિન ગ્લોઇંગની સાથે થશે આ ફાયદા
શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે સાથે તે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે સાથે તે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આઇ માસ્ક - શું તમે જાણો છો કે ટામેટાની છાલ પોષણથી ભરપૂર હોય છે? તેમાં વિટામીન-સી હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં પણ સક્ષમ છે. આપ ટામેટાની છાલને થોડા સમય માટે આંખોની નીચે રાખી શકો છો. તે તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલને ઠીક કરવામાં મદદ કરે છે.
હોમમેઇડ સ્ક્રબ બનાવો- દેશી ટામેટાની મદદથી તમે ઘરે જ સ્ક્રબ પણ બનાવી શકો છો.આના માટે તમે દેશી ટામેટા અને થોડી બ્રાઉન સુગર લો. આ પછી, દેશી ટામેટાને કાપીને તેમાં થોડી બ્રાઉન સુગર ઉમેરો અને તેને સીધા તમારા ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી તમારી ડેડ સ્કિન દૂર થાય છે.
સનબર્ન માટે ટામેટાંનો ઉપયોગ કરો- ઘણા લોકો શિયાળામાં આ ભૂલ કરે છે કે તેઓ તેમની ત્વચા પર સનસ્ક્રીન નથી લગાવતા. આવી સ્થિતિમાં સનબર્નની સમસ્યા ઘણી વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ટામેટા અને દહીંનું પેક પણ લગાવી શકો છો. આ માટે બ્લેન્ડરમાં એક ટામેટા નાંખો અને તેમાં અડધો કપ દહીં ઉમેરો. તેમને સારી રીતે પીસી લો અને પછી ચહેરા પર લગાવો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યા પર લગાવવાથી સનબર્ન મટે છે.