Summer Cold Remedies:ગરમીમાં કેમ થઇ જાય છે વારંવાર શરદી-ઉધરસ, જાણો દૂર કરવાના ઉપાય
ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)
ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.
આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.
ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે
ઉનાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,
ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.