Detox your Liver: ગરમીની સિઝનમાં આ ફૂડ્સનું સેવન નેચરલ રીતે લીવરને કરશે ડિટોક્સીફાઇ
લીવર આપણા શરીરના મહત્વના અંગોમાંથી એક છે. તે આપણા શરીરમાં ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે. તે અન્ય ઘણા કાર્યોમાં પણ મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં લીવરને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે લીવરને સાફ રાખવા ઈચ્છો છો તો કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાઓ. આ હેલ્ધી ફૂડ્સનું સેવન કરીને લીવરને ડિટોક્સ કરી શકાય છે. આવો જાણીએ આ આહાર વિશે-
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલીવરને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં લીલા શાકભાજી અને તાજા ફળોનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીના સેવનથી લીવરમાં જમા થયેલી ગંદકી સાફ થઈ શકે છે. (ફોટો - Pixabay)
બે કાચા લસણની કળી નિયમિત રીતે ચાવવાથી લીવરમાં જામેલી ગંદકી સાફ થઈ શકે છે. આ ઉપરાંત તે અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. (ફોટો - Pixabay)
ગ્રીન ટીના સેવનથી લીવરને ડિટોક્સ કરી શકાય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને ઇન્ટીફ્લેમેટરી ગુણો લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે સોજાથી છુટકારો મેળવવામાં પણ અસરકારક છે. (ફોટો - Pixabay)
બીટરૂટના સેવનથી શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરી શકાય છે. ઉપરાંત, તે લીવરમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં અસરકારક છે.
લીવરની ગંદકી સાફ કરવા માટે હળદરનું પાણી નિયમિતપણે પીવો. તેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થશે. (ફોટો - Pixabay)
અખરોટના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઉપરાંત, તે લીવરની ગંદકીને સાફ કરવામાં અસરકારક છે. (ફોટો -Pixabay)