Summer Fruits Benefits: ઉનાળામાં આ ફ્રૂટને ડાયટમાં જરૂર કરો સામેલ, થશે આ અદ્ભૂત લાભ
પોષક તત્વોથી ભરપૂર દ્રાશને ઉનાળામાં ડાયટમાં જરૂર સામેલ કરવી જોઈએ. તે શરીરનો થાક દૂર કરે છે અને ઈમ્યુનિટી પણ વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરીમાં વિટામિન સૌથી વધારે માત્રમાં મળે છે. તે શરીરમાં બ્લીડિંગ રોકવામાં મદદ કરે છે. તેના પીળા રંગમાં પિગમેંટ એટલે કે beta carotene એક એન્ટીઓક્સિડેંટ છે, જે શરીરને ફ્રી રેડિકલ સામે લડવાની ક્ષમતા આપે છે.
તરબૂચ ઉનાળાનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. તેમાં 90 ટકા પાણી હોય છે. જે તમને ગરમીમાં હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી, સી, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સફરજન એક એવું સમર ફ્રૂટ છે, જેને ડાયટમાં સામેલ કરવાથી અનેક ફાયદા થઈ શકે છે. તેમાં વિટામીન સી, વિટામીન ઈ, એ, સેલેનિયમ જેવા શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ મળી આવે છે. આ ફાયબર રિચ ફૂડ છે, જેને ડાયટમાં સામેલ કરીને વજન ઘટાડી શકાય છે.
તરબૂચની જેમ ટેટીમાં પણ પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને ડાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ એક ઈમ્યુનિટી બૂસ્ટર છે, જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
ઉનાળામાં લૂ લાગવાની સંભાવના સૌથી વધારે હોય છે. આ સ્થિતમાં સંતરાનું સેવન તમને લૂ થી બચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી બોડી હાઇડ્રેડ રહે છે, જે સેલ્સને ડેમેજ થવાથી બચાવે છે.
જાંબુ ખાવાના પણ ખૂબ ફાયદા છે. તે પેટની ગરમીથી પડતાં મોંના ચાંદામાં રાહત પહોંચાડે છે. આ ઉપરાંત હિમોગ્લોબીનને વધારવામાં પણ મદદ કરે છે.