Heart Disease: શરીરમાં આ 5 લક્ષણો હાર્ટ સંબંધિત બીમારીના આપે છે સંકેત
સમગ્ર દુનિયામાં હાર્ટ અટેકથી મૃત્યુ થવાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. 50 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. હાઇ બ્લડપ્રેશરની થોડી પણ સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાતીમાં દુખાવો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે. કેટલીક વખત ગેસનું કારણ આપીને લોકો છાતીના દુખાવાને ઇગ્નોર કરે છે પરંતુ છાતીનો દુખાવો આર્ટરરી બ્લોકેઝ હોવાથી પણ થાય છે. જો વારંવાર આ ફરિયાદ રહેતી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.
હાર્ટ અટેક માટે હાઇકોલસ્ટ્રોલ પણ જવાબદાર છે. હાઇ કોલેસ્ટ્રોલના કારણે પણ ધમની સાંકડી થઇ જાય છે અને હાર્ટ સંબંઘિત બીમારીનું જોખમ વધી જાય છે. તો હાર્ટને સ્વસ્થ રાખવા માટે કોલેસ્ટ્રોલના લેવલની તપાસ કરાવવી જરૂરી છે.
હાઇબ્લડશુગરથી પણ કોરોનરી આર્ટરી ડીસીઝનો જોખમ વધી જાય છે. બ્લડ શુગરની સમસ્યાના કારણે ધમની સાંકડી થઇ જાય છે. જેના કારણે રક્તસંચારમાં અવરોધ આવે છે. આ કારણે અટેક આવી શકે છે.