સવારની આ આદતો સાથે સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ રાખો હેલ્ધી, આ ટીપ્સને રૂટીનમાં કરો સામેલ
સવારે ઉઠ્યાં પછી તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો. જેના કારણે પેટ સારી રીતે સાફ થાય છે અને મેટાબોલિઝમ પણ જળવાઈ રહે છે. જો તમે આમાં મધ અને લીંબુ મિક્સ કરો તો પેટની સાથે ત્વચાને પણ ફાયદો થાય છે. શરીર હાઇડ્રેટેડ રહે છે અને કુદરતી રીતે ગ્લોઇંગ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિટ રહેવા માટે કસરત પણ મહત્વની છે. તેથી વધુ નહીં, પરંતુ સવારે માત્ર 30 થી 45 મિનિટની કસરતથી તમે લાંબા સમય સુધી ફિટ અને ફાઈન રહી શકો છો. આના કારણે ફેટ ઝડપથી બર્ન થાય છે, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘણી હદે ઘટી જાય છે.
સવારે ગરમ પાણી પીવું એટલું જ ફાયદાકારક છે જેટલું ખાલી પેટ ચા અને કોફીનું સેવન કરવું નુકસાનકારક છે. ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડિટી સાથે અપચો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.
પ્રોટીનથી ભરપૂર નાસ્તો તમને ઉર્જાવાન રાખે છે, સાથે જ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વધારે ખાવાથી બચી શકાય છે. તેનાથી વજન પણ ઘટે છે. તો નાસ્તામાં કોટેજ ચીઝ, દહીં, ઈંડા, ચીઝ, બદામનો સમાવેશ કરો.
નાસ્તામાં તમે ગમે તે ખાઓ, પરંતુ તમારે ફક્ત એક ફળ ખાવાની આદત ચોક્કસ પાડો. ફળોમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે સ્કિને હેલ્ધી રાખે છે. દિવસમાં બે સિઝનલ ફળો લેવા સ્વાસ્થ્ય અને સ્કિન બંને માટે હિતકારી છે.