Health tips: અનિંદ્રાની સમસ્યામાં કારગર છે આ ટિપ્સ, ડિનર આ ફૂડને કરો સામેલ
ઓછું તાપમાન તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આંતરિક રીતે ગરમ રહેવું જરૂરી છે. અહીં અમે તમને એવા કેટલાક ખાદ્યપદાર્થો વિશે માહિતી આપી રહ્યા છીએ જે હૂંફ અને ઊંઘના પ્રોત્સાહક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આજે અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે શિયાળામાં ખાવાથી શરીર ગરમ રહે છે અને ઊંઘને પ્રોત્સાહક મળે છે.
તજમાં અનેક ઔષધીય ગુણો છે. શિયાળામાં શરીરને વાયરસ, ઈન્ફેક્શનથી બચાવવા ઉપરાંત તે શુગર અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સ્થિતિઓને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. તજ એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં લાંબા સમયથી બિમારીઓના ઉપાય તરીકે કરવામાં આવે છે.
ઓટ્સ ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે પાચનને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, તેમાં તમારી ઊંઘ સુધારવા માટે મેલાટોનિન પણ હોય છે.
ગાજર એ કંદમૂળ શાકભાજી છે, તેથી તેને પચાવવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. જેના કારણે શરીરની અંદરથી ગરમી રહે છે. આ સિવાય ગાજરમાં હાજર આલ્ફા-કેરોટીન અને પોટેશિયમ ઊંઘને પ્રોત્સાહક આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં શિયાળામાં રાત્રિભોજનમાં ગાજરનું સલાડ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આદુમાં એન્ટીઓક્સિન્ડટ ગુણો ઉપરાંત ઘણા પ્રકારના એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ હોય છે. તે તમારી રક્તસંચારને તેજ બનાવે છે. જેના કારણે લોહીનો પ્રવાહ વધે છે અને શરીરમાં ગરમી રહે છે.