Parenting Tips: બાળકોમાં વાંચનના આદત પાડવા માટે આ ટિપ્સ છે ખૂબ જ કારગર, હોંશે હોંશે કરશે રીડિંગ

બાળકોમાં વાંચનની આદત કેળવવી ખૂબ જ જરૂરી છે. આમાંથી તેઓ જીવનના સત્ય વિશે શીખે છે. તેમનામાં જ્ઞાનની સાથે-સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
બાળકોમાં વાંચનની આદત કેળવવી ખૂબ જ જરૂરી છે. આમાંથી તેઓ જીવનના સત્ય વિશે શીખે છે. તેમના જ્ઞાનની સાથે-સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.
2/7
કેટલાક બાળકો જાતે જ પુસ્તકો વાંચવાના શોખીન બની જાય છે જ્યારે અન્યને તેની આદત પાડવી પડે છે. માતાપિતા તેમના બાળકોમાં વાંચનની ટેવ કેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકે છે.
3/7
બાળકો માટે માતાપિતા પ્રથમ શિક્ષક છે. બાળકો તેમની પાસેથી શીખીને મોટા થાય છે. તેથી, માતા-પિતાએ ખુદ વાંચન કરવું જોઇએ. જેથી તે તમારાથી પ્રેરણા લઇને વાંચન કરશે.
4/7
જ્યારે બાળકો પુસ્તકોમાં તેમના વાસ્તવિક જીવનની ક્ષણો વાંચે છે અથવા જુએ છે, ત્યારે તેઓ પુસ્તકો સાથે જોડાયેલા અનુભવે છે. ઉદાહરણ તરીકે, જો તેઓ પુસ્તકોમાં જોશે કે બાળકો ખોરાક ખાઈ રહ્યા છે, અથવા પાર્કમાં રમતો રમે છે, તો તેઓ વધુ ઉત્સાહ સાથે વાંચશે અને તેની સાથે જોડાઇને એક તાદાત્મયતા અનુભવશે અને વધુ પુસ્તકો વાંચવામાં રસ દાખવશે.
5/7
જ્યારે બાળકોને ઘરમાં કોઇ એવો ખૂણો મળે એટલે કે માત્ર પુસ્તકો, ખુરશી અને ટેબલ હોય અને તે સિવાય ટીવી, મોબાઈલ કે અન્ય કોઈ સાધન ન હોય તો બાળકો વાંચન પ્રત્યે આકર્ષાય છે.
6/7
બાળકોની પસંદગીઓ અનુસાર, તેમને વિવિધ શૈલીના પુસ્તકો વાંચો અને તેઓને સૌથી વધુ રસ શેમાં છે તે સમજો. કેટલાકને કાલ્પનિક ગમશે તો કેટલાકને નાટક ગમશે. તમારી પસંદગીઓ તેમના પર લાદશો નહીં અન્યથા વાંચન તેમના માટે એક બોજારૂપ પ્રક્રિયા બની જશે. તેમની પસંદગીઓ પર ધ્યાન આપો.
7/7
આજકાલ બાળકો મોબાઈલ ફોનમાં મગ્ન રહે છે. તમારા બાળકને આ બગથી બચાવો અને દરરોજ રાત્રે સૂતા પહેલા એક સારું પુસ્તક વાંચવા માટે પ્રોત્સાહિત કરો. આનાથી તેમને સારી ઊંઘ લેવામાં મદદ મળશે અને સ્ક્રીન ટાઈમ પણ ટાળી શકાશે.
Sponsored Links by Taboola