Immunity Booster Vegetables: આ શાકને ડાયટમાં કરો સામેલ, ઇમ્યુનિટી વધારવાની સાથે થશે આટલા ફાયદા
ગાજર એક ઇમ્યુનિટી બૂસ્ટર છે. ગાજર એક મલ્ટી ન્યુટ્રીશિનલ સબ્જી છે. ગાજરમાં પ્રાકૃતિક બાયોએક્વિ કમાઉન્ડસની ભરમાર છે. તે શરીરને મજબૂત બનાવવા માટે અને બીમારી સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રોકલી સ્વાસ્થ્યવર્ધી ગુણોથી ભરપૂર છે. આ શાકમાં વિટામીન સી, ઇ, એ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. બ્રોકલી એન્ટીઓક્સિડ છે. ઉપરાંત કાર્બાહાઇડ્રેઇટ, કેલ્શિયમની માત્રા પણ છે. જેથી તે ઇમ્યુનિટી બૂસ્ટર છે.
પાલકમાં વિટામીની સી, એન્ટીઓક્સિડન્ટ અને બીટા કેરોટીન છે. તે શરીરમાં ઇન્ફેકશન અથવા સંક્રમણ સામે લડવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. પાલક આયરનથી પણ ભરપૂર છે. તે સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર છે.
આદુમાં પણ એન્ટીવાયરલ તત્વ છે. તે ગળાનું ઇન્ફેકશન, કફની સમસ્યાને નષ્ટ કરે છે. આદુ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે. તે એન્ટીવાયરલ હોવાની સાથે ઇમ્યુનિટિ બૂસ્ટર છે.
લસણ એન્ટી વાયરલથી ભરપૂર છે.લસણથી બ્લડ સક્ર્યુલેશન સારૂ થાય છે. તે ધમનીને સખત કરતી રોકે છે. હાર્ટ અટેકનો ખતરો પણ ટાળે છે. કાચા લસણની બે કળી ખાવાથી કફ નષ્ટ થાય છે. કાચા લસણને ડાયટમાં સામેલ કરો.