UPI પેમેન્ટ કરતાં પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહિ તો આપનું બેન્ક અકાઉન્ટ થઇ જશે પળવારમાં ખાલી
પેમેન્ટ કરતાં પહેલા સામેની વ્યક્તનો નંબર યૂપીઆઇ આઇડી અને નામની પહેલા એકવાર ચકાસણી કરી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાદ રાખો યુપીઆઇ પીનનો ઉપયોગ ત્યારે જ થાય છે આપને કોઇને પેમેન્ટ કરવાનું હોય. જ્યારે આપને કોઇ પૈસા યૂપીઆઇથી મોકલે તો આ પીનની જરૂર નથી પડતી.
ફ્રોડથી બચવા માટે કોઇ અજાણી લિંક પરથી ક્યારેય પેમેન્ટ ન કરો,આ તમામ વાતોનું ધ્યાન રાખીને આપ સુરક્ષિત પેમેન્ટ કરી શકો છો
તમને જણાવી દઈએ કે આજકાલ ઘણી એવી એપ્સ છે જેમાં સ્ક્રીન શેરિંગની સુવિધા છે. UPI નો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે UPI એપ્લીકેશનને સ્ક્રીન શેરિંગ એપ્સને એક્સેસ ન આપો. સ્ક્રીન શેરિંગથી ડેટા લીક થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. જો મોબાઈલ ફોનમાં કોઈપણ પ્રકારની સ્ક્રીન શેરિંગ એપ હોય, તો પહેલા તેને બંધ કરો અને પછી UPI એપ્લિકેશનનો ઉપયોગ કરો.
આજકાલ, ઘણા છેતરપિંડી કરનારાઓ વિવિધ યોજનાઓના બહાને વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના કોલ કરે છે અને પછી તેમના ખાતામાં હજારો રૂપિયા ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આવા નકલી કૉલ્સ અને લિંક્સથી ખૂબ સાવચેત રહેવું જોઈએ અને આવા કૉલ્સ અને લિંક્સને સંપૂર્ણપણે અવગણવું જોઈએ.
પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ પણ ક્યારેય યૂપીઆઇ પેમેન્ટ ન કરો. આવું કરવાથી પણ આપના પર્સનલ ડેટા લીક થઇ શકે છે.