Petrol-Diesel Fraud: લોકો આ કારણે 99 કે 499 કિંમતનું ભરાવે છે પેટ્રોલ ડીઝલ, જાણો શું છે કોડિંગનો ખેલ
હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં પણ કેટલીક ભૂલોને કરાણે આ કિમતના ઘટાડાથી કોઇ ફરક પડતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર પેટ્રોલ પંપ પર લોકોને છેતરવા માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક તેલની ગુણવત્તા ખરાબ હોય છે તો ક્યારેક પૂરતું તેલ આપવામાં આવતું નથી.
એવા અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ આપવાની ફરિયાદ ઉઠી હોય.
ઘણીવાર તમે સાંભળ્યું હશે કે, લોકો પેટ્રોલ પંપ પર 99 રૂપિયા અથવા 499 રૂપિયામાં તેલ ભરે છે, એટલે કે, તેઓ હંમેશા ઓડ આંકડો રાખે છે.
હકીકતમાં, કેટલાક પેટ્રોલ પંપ પર છેતરપિંડી માટે એક નંબર સેટ કરવામાં આવે છે. આ માટે, એક ચિપ ઇન્સ્ટોલ કરીને કોડિંગ કરવામાં આવે છે.
જ્યારે કોઈ આવા પેટ્રોલ પંપ પર 100 કે 200 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ભરે છે ત્યારે કોડિંગને કારણે પેટ્રોલ 15 ટકા પેટ્રોલ ઓછું મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
આવી ફરિયાદો મળ્યા બાદ ઘણી ઓઈલ કંપનીઓએ પોતાનું સોફ્ટવેર અપડેટ કર્યું છે, જો કે હજુ પણ ઘણા લોકો પેટ્રોલ પંપના માલિકો પર શંકા કરે છે અને બેકી સંખ્યામાં જ પેટ્રોલ ભરાવે છે.