Women health: પીરિયડસ દરમિયાન થતાં દુખાવા અને અન્ય પરેશાનીઓને નિવારવામાં કારગર છે આ 4 ટિપ્સ
Women health:પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે કેટલીક એવી ઘરેલુ સરળ ટિપ્સ છે. જેનાથી પિરિયડ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.
પુષ્કળ પાણી પીવું માસિક ધર્મ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી પેટનું ફૂલવું જેવી સમસ્યાને દૂર થાય છે. ફુદીનાના પાનને બોટલમાં ભરીને દિવસભર તેનું પાણી પીવું પણ રાહત આપે છે.
કેટલીક મહિલાઓને પરિયડસ દરમિયાન કમર અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ સમસ્યામાં પેઇન કિલર પણ લઇ શકાય છે પરંતુ ધરેલું નુસખાની વાત કરીએ તો પાણીનો સેક પણ કરી શકો છો. તેનાથી દુખાવાથી તાત્કાલિક રાહત મળેવી શકાય છે. સેકના કારણે ગર્ભાશયના સંકોચન ઓછું થાય છે અને તેના કારણે દુખાવામાં રાહત મળે છે.
પીરિયડ્સ દરમિયાન ચા પીવાથી ઘણી રાહત મળે છે. તેનાથી તણાવને ઓછો કરી શકાય છે. આપ આ સમયમાં બેથીત્રણ વખત ગરમ ચાનું સેવન કરી શકો છો. જેનાથી રાહત અનુભવાશે. આદુની ચા, કેમોમાઈલ ટી, અથવા અજવાઈન ચા, પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને અન્ય સમસ્યામાં રાહત આપે છે.