Train Food: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળે છે ખરાબ જમવાનું તો કેવી રીતે કરશો ફરિયાદ?
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.