જો તમે 5000 રૂપિયાની અંદર ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા છો તો આ સ્થળ શ્રેષ્ઠ છે, અહીં તમને ખૂબ સુંદર નજારો જોવા મળશે.
હિમાચલ પ્રદેશનું કસોલ : કસોલ એ હિમાચલ પ્રદેશનું એક શાંતિપૂર્ણ અને ખૂબ સુંદર ગામ છે. આ સ્થળ લીલાછમ પહાડો અને સ્પષ્ટ વહેતી પાર્વતી નદી માટે પ્રખ્યાત છે. દિલ્હીથી કસોલ સુધીનું બસ ભાડું 800-1000 રૂપિયાની આસપાસ છે. અહીં તમે 500-1000 રૂપિયા પ્રતિ રાત્રિના સસ્તા હોમસ્ટે અને ગેસ્ટ હાઉસમાં રહી શકો છો.અહી ખાવાની કિંમત પણ ઓછી છે, તમે રોજના માત્ર 200-300 રૂપિયામાં ભોજન મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋષિકેશ, ઉત્તરાખંડ: ઋષિકેશ એક ધાર્મિક અને યોગ કેન્દ્ર છે, પરંતુ તે સાહસ અને કુદરતી સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે. દિલ્હીથી ઋષિકેશ સુધીનું બસ ભાડું 500-700 રૂપિયાની આસપાસ છે. અહીં તમારા માટે સસ્તા ગેસ્ટ હાઉસ અને આશ્રમના વિકલ્પો ઉપલબ્ધ છે, જેનું ભાડું 300-600 રૂપિયા પ્રતિ રાત્રિ છે. અહી ગંગા નદીના કિનારે યોગ અને ધ્યાન કરવાનો અનુભવ એક ખૂબ જ વિશેષ અનુભવ છે.
રાજસ્થાનનું પુષ્કર: પુષ્કર રાજસ્થાનનું એક નાનું અને ખૂબ સુંદર શહેર છે, જે બ્રહ્મા મંદિર અને પુષ્કર તળાવ માટે જાણીતું છે. દિલ્હીથી અજમેર સુધીનું ટ્રેન ભાડું 300-500 રૂપિયા છે અને પછી તમે અજમેરથી પુષ્કર સુધી બસ અથવા ટેક્સી લઈ શકો છો. અહીં સસ્તી હોટલ અને ગેસ્ટ હાઉસમાં 400-800 રૂપિયા પ્રતિ રાત્રિમાં રોકાઈ શકાય છે. અહીંની રંગબેરંગી શેરીઓ અને શાંત તળાવનો નજારો ખૂબ જ સુંદર છે. જે તમારું મન મોહી લેશે.
હિમાચલ પ્રદેશનું મેકલોડગંજ: મેકલોડગંજ હિમાચલ પ્રદેશનું વધુ એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે તિબેટીયન સંસ્કૃતિ અને મઠો માટે જાણીતું છે. દિલ્હીથી ધર્મશાલાનું બસ ભાડું 600-800 રૂપિયા છે અને પછી ધર્મશાલાથી તમે બસ અથવા ટેક્સી લઈને મેકલોડગંજ જઈ શકો છો. અહીં સસ્તા ગેસ્ટ હાઉસ અને હોટલમાં 500-1000 રૂપિયા પ્રતિ રાત્રિમાં રોકાઈ શકાય છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ ઘણું આકર્ષે છે. તમારી યાત્રા યાદગાર બનાવી દેશે અહીનું વાતાવરણ.
ઉત્તરાખંડનું નૈનીતાલ : નૈનીતાલ એ ઉતરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના નૈની તળાવ અને લીલીછમ ખીણો માટે ખૂબ પ્રખ્યાત છે. દિલ્હીથી નૈનીતાલનું બસ ભાડું 400-600 રૂપિયાની આસપાસ છે. અહીં સસ્તી હોટલ અને ગેસ્ટ હાઉસમાં 500-1000 રૂપિયા પ્રતિ રાત્રિમાં રોકાઈ શકાય છે. આ સ્થળ બોટિંગ, ટ્રેકિંગ અને કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ખૂબ આહલાદક છે.