સૌથી દુઃખી દેશોમાં બીજા સ્થાન પર છે બ્રિટન, પહેલા નંબરનું નામ જાણી ચોંકી ઉઠશો
United Kingdom: માનસિક સ્વાસ્થ્ય અને ખુશી સાથે સંબંધિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ કિંગડમ હાલમાં વિશ્વનો બીજો સૌથી નાખુશ દેશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વ પર યુનાઇટેડ કિંગડમનું વર્ચસ્વ હતું. અહીંના લોકો ખૂબ જ સુખી હતા અને સમૃદ્ધ જીવન જીવતા હતા. હાલમાં અહીંના લોકો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
માનસિક સ્વાસ્થ્ય અને સુખ સાથે સંબંધિત તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ કિંગડમ હાલમાં વૈશ્વિક સ્તરે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. સ્થિતિ એ છે કે વિશ્વના સૌથી દુઃખી દેશોમાં બ્રિટન બીજા સ્થાને છે.
ઓવરઓલ મેન્ટલ વેલબીઇંગના લિસ્ટમાં બ્રિટન 71 દેશોમાંથી 70મા ક્રમે છે. આ સિવાય વૈશ્વિક સ્તરે 65ની સરખામણીમાં બ્રિટનનો સ્કોર 49 છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020 બાદથી અહીં ખુશીનું સ્તર ઘટી ગયું છે.
યુનાઇટેડ કિંગડમની આ પરિસ્થિતિઓ આર્થિક મંદી અને જીવન સંકટ દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિટનમાં સ્થિતિ વણસી છે.ઉઝબેકિસ્તાન સૌથી નાખુશ દેશોની યાદીમાં સૌથી નીચેના ક્રમે છે. ઉઝબેકિસ્તાન 71મા સ્થાને છે.
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકને રિપોર્ટમાં સૌથી દુઃખી દેશ તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં સરેરાશ MHQ 91 હોવાનું કહેવાય છે.બીજા નંબર પર પાડોશી દેશ શ્રીલંકાનું નામ આવે છે. શ્રીલંકાની સરેરાશ MHQ 89 બતાવવામાં આવી છે. તાંઝાનિયા (88) ત્રીજા સ્થાને છે.