Winter Fashion Tips: સ્વેટર અને જીન્સ સાથે ક્રોપ ટોપનો ક્રેઝ, જાણો આ Winterની ટ્રેન્ડિંગ ફેશન
ફૂલગુલાબી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સ્વેટર સાથે કેવી ટીશર્ટ ટોપ કે ક્રોપ ટોપ પહેરવા તેને લઈને હંમેશા યુવતીઓ અસમંજસમાં હોય છે. ક્રોપ ટોપ એવા આઉટફિટ્સ છે જેને તમે ઉનાળો અને શિયાળો એમ બંને સિઝનમાં ખૂબ જ સ્ટાઇલિશ રીતે પહેરી શકો છો. ક્રોપ ટોપ એ એક મલ્ટિપર્પલ આઉટફિટ છે. જેને દરેક ઉંમરની યુવતીઓ અથવા મહિલાઓ પહેરી શકે છે. તમે ક્રોપ ટોપ સાથે શોર્ટ કોટ પણ પહેરી શકો છો. સાથે જ તમે બેલ્ટ પણ પહેરી શકો છો. જે તમારા દેખાવની સુંદરતામાં વધારો કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં તમે તેને જીન્સ, સ્કર્ટ, શોર્ટ્સ, ટ્રાઉઝર કે પલાઝો સાથે આરામથી કેરી કરી શકો છો પરંતુ સવાલ એ છે કે શિયાળામાં કંઈપણ એક્સપોઝ કર્યા વિના તમારું ક્રોપ ટોપ કેવી રીતે કેરી કરવું.
હાઈ વેઈસ્ટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપનો ઉપયોગ કરી શકાય છે. આ આઉટફિટ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. આની સાથે તમે લાંબા બુટ અને જેકેટનો પણ ઉપયોગ કરી શકો છો.
હેરમ પેન્ટ સાથે ક્રોપ ટોપ પણ પહેરી શકાય છે. તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાશે. જો તમારી હાઇટ ઉંચી છે તો તમે ખૂબ જ સુંદર દેખાશો. આ સ્ટાઈલ તમે એવી જગ્યાએ કરી
આ સ્ટાઈલ તમે એવી જગ્યાએ કરી શકો તમે જ્યાં સાંજ પડતાં ઠંડી વધવા લાગે. આ જગ્યાઓ પર તમે ક્રોપ ટોપને જીન્સ અથવા પેંટ સાથે પહેરી શકો છો. જ્યારે સાંજે ઠંડી વધે ત્યારે તમે લાંબા જેકેટ અને સ્કાર્ફનો પણ ઉપયોગ કરી શકો છો.