Health Tips: આપ એક્સરસાઇઝ વિના વજન ઓછું કરવા માંગતા હો તો અપનાવો આ સરળ ટિપ્સ
વ્યસ્ત જીવન શૈલીના કારણે એકસરસાઇઝ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં કેટલીક ટિપ્સને અપનાવીને આપ એકસરસાઇઝ વિના પણ વજન ઘટાડી શકો છો. શું છે આ ટિપ્સ જાણીએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન વધવાનું કારણ ખોટી આહાર શૈલી છે. ક્યારેય પેટ ભરાઇ ગયા બાદ પણ આપણે પસંદગીની વસ્તુ જમતાં હોઇએ છીએ... તો વજન ઉતારવા માટે આ આદત છોડવી પડશે.
ભૂખને કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. જો વારંવાર કંઇને કંઇ ખાવાનું મન થતું હોય તો ખાવાના બદલે પાણી પી લેવુ જોઇએ અથવા તો થોડી માત્રામાં ડ્રાયફ્રૂટ લેવું જોઇએ.
વજન ઉતારવા માટે ફાઇબર રિચ ફૂડનું સેવન કરો. અનહેલ્ધી પ્રોસેસ્ડ ફૂડના બદલે ફાઇબર ફૂડને પ્રીફર કરો. ફાઇબર યુક્ત આહાર ડાજેસ્ટિવને બેસ્ટ બનાવવાની સાથે લાંબા સમય સુધી તૃપ્ત પણ રાખે છે.
ડાયટમાં વધુ પ્રોટીન એડ કરો. રિચ પ્રોટીન યુક્ત આહાર આપની અતિરિક્ત કેલેરીને બર્ન કરે છે અને ઉર્જા પણ આપે છે.
ખૂબ પાણી પીવું અને હાઇટ્રેઇટ રહેવું તે આપના વજન ઉતારવામાં ખૂબ જ કારગર સાબિત થશે. તે આપને ઉર્જાવાન આને તરોતાજા રાખવાની સાથે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લગાડે.
વજન ઓછું કરવામાં ઊંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. પૂરતી ઊંઘ આપના સ્ટ્રેસ હોર્મોન્સને મેનેજ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે સમયાન્તરે ભૂખ ટ્રિગર કરે છે. જયારે પુરતી ઊંઘ ન થાય ત્યારે શરીર કોર્ટીસોલનું પ્રોડકશન કરે છે, જે સ્ટ્રેસ સંબંધિત હાર્મોન છે. તેથી જરૂરી છે કે આપ પુરતી ઊંઘ લો.