Weight Loss: વજન ઘટાડવું છે તો આ ફળોને બિલકુલ ન ખાવ, ઓછું થવાના બદલે વધી જશે વજન
વેઇટ લોસ ટિપ્સ
1/6
વજન ઘટાડવા માટે, આપને આહારમાં ફળોનો સમાવેશ કરવો જરૂરી છે. પરંતુ કેટલાક ફળ એવા પણ છે જે વજન ઘટાડવાને બદલે વધારી શકે છે. ડાયટિંગ દરમિયાન તમારે આ ફળો ન ખાવા જોઈએ.
2/6
પાઈનેપલ-વજન ઘટાડવા ઇચ્છતા હો તો અનાનસનું સેવન ન કરો. પાઈનેપલ ખૂબ જ મીઠા હોય છે. તેમાં કેલેરીની માત્રા આપના વજન ઉતારવાની પ્રક્રિયામાં અવરોધ ઉભી કરી શકે છે.
3/6
કેળાને વધુ માત્રામાં ખાવાથી વજન ઘટાડવામાં તકલીફ થશે. કેળામાં ભરપૂર માત્રામાં કેલરી અને કુદરતી ખાંડ હોય છે. એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે. આવી સ્થિતિમાં, જો આપ દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો વજન વધવાની સંભાવના છે.
4/6
દ્રાક્ષ- દ્રાક્ષમાં ખાંડ અને ચરબી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો તમે 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ ખાંડ હોય છે.
5/6
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે કેરી ન ખાવી જોઈએ. તમે કેરીના 1-2 સ્લાઇસ ડા ખાઈ શકો છો, આનાથી વધુ ખાવાથી વજન વધી શકે છે.
6/6
એવોકાડો- વજન ઘટાડતી વખતે તમારે વધારે કેલરીવાળા ફળોનું સેવન ન કરવું જોઈએ. તેમાં એવોકાડો પણ સામલે છે. એવોકાડો ગૂડ કેલેસ્ટ્રોલનો સારો સ્ત્રોત છે. એટલા માટે એવોકાડોનું સેવન પણ મર્યાંદિત માત્રામાં કરવું જોઇએ.
Published at : 24 Apr 2022 10:29 AM (IST)